મોગાદિશુ: સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં શનિવારે સવારે એક ટ્રકમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં 76 લોકોના મોત થયા હતા જ્યારે 50થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં ઘણા વિદ્યાર્થીઓ સામેલ છે. આ બ્લાસ્ટ એક સિક્યોરીટી ચેકપોસ્ટ પર થયો હતો.


સરકારના પ્રવક્તા ઇસ્માઇલ મુખ્તાર ઓમરે જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધી શકી છે. ઘટના બાદ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મોટાભાગના યુનિવર્સિટી અને અન્ય સંસ્થાના વિદ્યાર્થીઓનું મોત થયું છે જેમની બસ આ ધડાકાની હદમાં આવી હતી. તૂર્કીના બે નાગરિકોનું પણ મૃત્યુ થયું છે.

કેપ્ટન મોહમ્મદ હુસૈનએ જણાવ્યું કે વિસ્ફોટ સવારના સમયે થયો હતો, સિક્યોરીટી ચેકપોસ્ટને ટાર્ગેટ કરી હતી. અત્યારે આ ઘટનાની જવાબદારી કોઇએ સ્વીકારી નથી. આતંકી સંગઠન અલ શબાબ આ પ્રકારના હુમલાને અંજાબ આપતા રહે છે. અલ શબાબે 2017માં મોગાદિશુમાં એક ભીષણ ટ્રક બોમ્બ વિસ્ફોટ કર્યો હતો જેમાં 500ખી વધુ લોકોના મોત થયા હતા.

ગુવાહાટીમાં રાહુલ ગાંધીએ કહ્યું- આસામને RSSવાળા નહીં જનતા ચલાવશે

ઓલિમ્પિક ક્વૉલીફાયર: મેરીકૉમે 9-1થી નિખત ઝરીનને હરાવી, રિંગની બહાર બન્ને વચ્ચે થઈ બોલાચાલી