મુંબઈ: બોલીવૂડ એક્ટર અને પ્રોડ્યૂસર અરબાઝ ખાન હાલના દિવસોમાં પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. અરબાઝ માલઈકા સાથે ડિવોર્સ બાદ વિદેશી મોડલ જિયોર્ડિયાને ડેટ કરી રહ્યો છે. અરબાઝ અને તેના પરિવાર સાથે જોવા મળતી જિયોર્જિયાના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં જિયોર્જિયા હોટ ડાન્સ કરતી જોવા મળે છે.


જિયોર્જિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જિયોર્જિયા આંખ મારે અને રશ્કે કમર પર ડાન્સ કરતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તેના વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.


જિયોર્જિયાના આ વીડિયો જોયા બાદ ફેન્સ અંદાજ લગાવી રહ્યા છે કે થોડા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી શકે છે. જિયોર્જિયા તરફથી આ મામલે ઓફિશિયલ કોઈ જાહેરાત નથી કરવામાં આવી.

ઐશ્વર્યા રાય બચ્ચન પ્રેગનન્ટ છે તે વાતને લઈને ઐશ્વર્યાએ શું કર્યો મોટો ખુલાસો, જાણો વિગત