નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં નવી દિલ્હીમા ગઠબંધનને લઇને ખેંચતાણ ચાલી રહી છે. કોગ્રેસનું એક જૂથ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનના પક્ષમાં છે જ્યારે કોગ્રેસનું બીજુ જૂથ તેનો વિરોધ કરી રહી છે. આજે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દા પર અંતિમ નિર્ણય લઇ શકે છે. સોમવારે રાહુલ ગાંધીએ દિલ્હીના કોગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં સ્થાનિક નેતાઓ આપ સાથે ગઠબંધન કરવાને લઇને પોતાનો મત આપ્યો હતો. દિલ્હી કોગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શીલા દીક્ષિત તેનો વિરોધ કરી રહી છે જ્યારે પૂર્વ અધ્યક્ષ અજય માકન આપ સાથે ગઠબંધનના પક્ષમાં છે.
પ્રભારી પીસી ચાકો, સહપ્રભારી કુલજીત નાગરા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અજય માકન, અરવિંદર સિંહ લવલી, સુભાષ ચોપરા, તાજદાર બાબર ગઠબંધનના પક્ષમા છે. દિલ્હી પ્રદેશના 14 જિલ્લા અધ્યક્ષ, ત્રણ એમસીડીના નેતા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનના પક્ષમાં છે. કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શીલા દીક્ષિત, કાર્યકારી અધ્યક્ષ હારુન યુસુફ, રાજેશ લિલોઠીયા, દેવેન્દ્ર યાદવ, જેપી અગ્રવાલ, યોગાનંદ શાસ્ત્રી ગઠબંધનના વિરોધમા છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી કેજરીવાલ સાર્વજનિક રીતે કહી ચૂક્યા છે કે જો દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીને હાર આપવી છે તો કોગ્રેસ અને આપનું ગઠબંધન થવું જરૂરી છે.