લેસ્બિયન સંબંધો પર આધારિત ફિલ્મ ‘અન-ફ્રીડમ’ ભારતમાં છે બેન, હવે અહીં જોઈ શકશો
નિર્દેશક અમિત કુમારે આ ફિલ્મને રિલીઝ ન કરવાના નિર્ણય સામે લગભગ 1 વર્ષ સુધી વિરોધ કર્યો અને દુનિયાભરમાં લગભગ 100 વખત સ્ક્રીનિંગ કરવામાં આવી, જેથી તે ફિલ્મ માટે વધુમાં વધુ લોકોનું સમર્થન મેળવી શકે. હવે નેટફ્લિક્સ પર આ ફિલ્મને રિલીઝ કરવા વિશે ફિલ્મ નિર્દેશક અમિતે કહ્યું કે, – હું ઘણો ખુશ છું કે અન-ફ્રીડમને નેટફ્લિક્સ જેવું ચર્ચિત અને જાણીતું પ્લેટફોર્મ મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન-ફ્રીડમ રાજકીય, ધાર્મિક અને યોનિક રીતે તોડીને અલગ કરી દેવાયેલા સમાજના એક ટુકડા વિશે છે. ન્યૂયોર્ક અને દિલ્હીમાં ગુંથાયેલી આ ફિલ્મ બે અલગ-અલગ કહાનીઓ વિશે છે.
સીબીએફસી દ્વારા એ સમયે ફિલ્મ બેન કરવા અંગે નિર્દેશક અમિતે કહ્યું કે- કોઈપણ વસ્તુ વિશે બોલ્ડનેસની સાથે સામે આવવું એ બાબતને વ્યાખ્ચાયિત કરે છે, જેને સમાજમાં કહેવાની કે ન કહેવાની મંજૂરી નથી. કોઈપણ બાબતમાં બોલ્ડ હોવું બતાવે છે કે કોઈ કલાકાર તમને એ દર્શાવવા જઈ રહ્યો છે કે જે તમે હજુ સુધી નથી જોયું.
નવી દિલ્હીઃ CBFC પ્રમુખ પહલાજ નિહલાનીના કાર્યકાળમાં બેન કરવામાં આવેલ ફિલ્મ ‘અન-ફ્રીડમ’ને દર્શક હવે ઓનલાઈન જોઈ શકશે. ફિલ્મને ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સે ખરીદી લીધી છે. રાજ અમિત કુમારના નિર્દેશનમાં બનેલ અદિલ હુસૈન અને વિક્ટર બનર્જી સ્ટારર ફિલ્મ એક લેસ્બિયન (સમલૈંગિક યુવતીઓ)ની પ્રેમ કહાની છે. સીબીએફસી દ્વારા ફિલ્મને સર્ટિફિકેટ આપવાની ના પાડ્યા બાદ મેકર્સ તેને એફસીટી (ફિલ્મ સર્ટિફિકેશન એપલેટ ટ્રિબ્યૂનલ)ની પાસે ગયા હતા અને ત્યાંથી પણ રિજેક્ટ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -