વિજય માલ્યાના કૌભાંડ પર બનશે ફિલ્મ, આ એક્ટેર હશે લીડ રોલમાં
ઓગસ્ટમાં રિલીઝ થનારી રંગીલા રાજામાં ગોવિંદા અને નિહલાની 35 વર્ષ બાદ એક સાથે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, ગોવિંદા હાલમાં સૌથી સર્વશ્રેષ્ઠ ફિટનેસમાં છે અને મારી અનેક ફિલ્મોમાં ગોવિંદાના ડાન્સને કોરિયોગ્રાફ કરી ચૂકેલ પ્રકાશે ગોવિંદાને એવો ડાન્સ કરાવ્યો છે જે માત્ર ગોવિંદા જ કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપહલાજે કહ્યું, ભૂમિતા સંપૂર્ણ રીતે માલ્યાના કિંગફિશર કેલેન્ડરથી પ્રેરિત છે. ગોવિંદાની ભૂમિકા માટે વિશે હું હા પણ નથી પાડતો અને ના પણ નથી પાડતો તેને રહસ્ય જ રહેવા દો. તેમણે આગળ કહ્યું. ગોવિંદાની ભૂમિકા વિશે મને ઘણાં લોકોએ પૂછ્યું. હું હાલમાં એટલું કહી શકું કે ગોવિંદા હાલના સમયના સૌથી મોટા કૌભાંડીની ભૂમિકા ભજવી રહ્યા છે.
સ્પષ્ટ છે કે ગોવિંદા એક શિષ્ટ, શાંત અને મહિલાઓથી ઘેરાયેલ રહેનારા વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની સંપૂર્ણ ભૂમિકા માલ્યાથી પ્રેરિત છે. ફિલ્મ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. હાલમાં જ નિહલાનીએ વિતેલા સપ્તાહે ગોવિંદાની સાથે એક ગીત પૂરું કર્યું હતું.
નવી દિલ્હીઃ ફ્રાઈડેના રોજ રિલીઝ બાદ આગામી ફિલમ રંગીલા રાજામાં અભિનેતા ગોવિંદા હાલના સમયના સૌથી મોટા કૌભાંડીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ડાયરેક્ટર પહલાજ નિહલાનીનું કહેવું છે કે, ગોવિંદા રંગીલા રાજામાં એવી ભૂમિકામાં જોવા મળશે જે ભારતના ભાગેડુ કારોબારી વિજય માલ્યાના આંતરરાષ્ટ્રીય કૌભાંડથી પ્રેરિત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -