મુંબઈ: બોલિવૂડ સ્ટાર એક્ટર ગોવિંદાએ હાલમાં  એક દાવો કર્યો છે કે તેને હોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘અવતાર’ ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે આ ફિલ્મને નકારી દીધી હતી. હવે ગોવિંદાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. ફેન્સની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. અને મેમે શેર કરી રહ્યાં છે.

ફેન્સે ગોવિંદાને લઈને ફની મીમ્સ પણ શેર કરી રહ્યાં છે. ગોવિંદાના આ નિવેદન પર એક્ટર કમાલ ખાનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કમાલ ખાને ટ્વિટ કરી લખ્યું કે, “એક્ટર ગોવિંદાએ કહ્યું મને અવતાર ફિલ્મ ઓફર થઈ હતી. અને તેણે જ નિર્દેશક જેમ્સ કેમરનને ફિલ્મનું નામ પણ આપ્યું હતું. મને લાગે છે કે તેઓ માનસિક રીતે ડિસ્ટર્બ છે. તેમને મદદની જરૂર છે. તેઓ એક મોટા સ્ટાર હતા. તેથી બોલિવૂડના લોકોએ તે સમયે મદદ કરવી જોઈતી હતી.”


ગોવિંદાએ એક ન્યૂઝ ચેનલના ટીવી શો દરમિયાન દાવો કરતા કહ્યું કે હૉલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘અવતાર’ તેને ઓફર થઈ હતી. પંરતુ તેણે રોલ કરવાનો ઇનકાર કરી દીધો હતો.  તેમણે કહ્યું કે જેમ્સ કેમરુંનને આ ફિલ્મનુ નામ પણ તેણે સૂચવ્યું હતું.