સલમાન ખાને પોતાના આ વીડિયો દ્વારા સાયકલિંગના ફાયદા જણાવી રહ્યો છે. સલમાન વીડિયોમાં કહી રહ્યો છે કે, વાતાવરણ, પ્રદૂષણ, સ્વાસ્થ્ય અને કંફર્ટ માટે સાયકલિંગ જરૂરી છે. સલમાન ખાન આ વીડિયો દ્વારા સમાજને પ્રદૂષણ ફ્રી બનાવવાનો સંદેશ આપી રહ્યો છે.
સલમાનના આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. હાલ આ વીડિયો 22 લાખ કરતા વધારે લોકો દ્વારા જોવામાં આવ્યો છે. સલમાનના વીડિયો પર તેના ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.