મુંબઈ: બિગ બોસ-13 પોતાના પૂર્ણ થવાના આરે છે. 12 ફેબ્રુઆરીએ બિગ બોસ સીઝન 13નું અંતિમ એવિક્શન હોઈ શકે છે. આ સાથે સલમાન ખાનના શો બિગ બોસ-13ને ટોપ-5 ફાઈનાલિસ્ટ મળી જશે. અંતિમ નોમિનેશનમાં શહેનાઝ ગિલ, માહિરા શર્મા અને આરતી સિંહનું નામ છે. જ્યારે સિદ્ધાર્થ શુક્લા, રશ્મિ દેસાઈ, આસિમ રિયાઝ અને પારસ છાબડા પહેલાથી જ ફીનેલામાં પહોંચી ગયા છે.
બિગ બોસ-13નો ગ્રાન્ડ ફિનાલે શનિવારે હશે. સલમાન ખાનના શો બિગ બોસ માટે 15 ફેબ્રુઆરી 2020ની તારીખ ફાઈનલ કરવામાં આવી છે. આ દિવસે જ સીઝનના વિનરનું નામ દર્શકોની સામે આવશે તેવું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું હતું.
બિગ બોસની દરેક સીઝનમાં પ્રાઈઝમની ઓછી કરવાને લઈને અંતિમ અઠવાડિયામાં ટાસ્ક કરાય છે. તેમાં બાકી રહેલા કન્ટેસ્ટન્ટ પણ ભાગ લે છે અને ઘણીવાર ટાસ્ક હારવા પર પ્રાઈઝ મનીની રકમ ઘટાડી દેવામાં આવે છે. સીઝન 13માં અત્યાર સુધી આવો કોઈ ટાસ્ક થયો નથી. આથી બિગ બોસ 13ના વિજેતાને પૂરી 50 લાખ રૂપિયાની પ્રાઈઝ મની આપવામાં આવશે.
બિગ બોસ-13ના વિનરની ટ્રોફીની પહેલી ઝલક સામે આવી ગઈ છે. આ ટ્રોફી BB શેપમાં છે અને તેનો રંગ લાલ છે. આ સાથે જ તેના પર ડાયમંડ જેવા દેખાતા સ્ટાર લાગેલા છે.
બિગ બોસ 13નું ફિનાલે કઈ તારીખે ઓનએર થશે? વિજેતાને કેટલી રકમ મળે છે? આંકડો જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Feb 2020 12:02 PM (IST)
બિગ બોસ-13નો ગ્રાન્ડ ફિનાલે શનિવારે હશે. સલમાન ખાનના શો બિગ બોસ માટે 15 ફેબ્રુઆરી 2020ની તારીખ ફાઈનલ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -