ગુજરાત કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ પદ્માવતી ફિલ્મનો કર્યો વિરોધ? મોદીને પ્રતિબંધ મૂકવા લખ્યો પત્ર?
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વિશ્વાસ અપાવ્યો હતો કે પદ્માવતી ફિલ્મ રિલીઝ થવાને લઈને રાજસ્થાનમાં કોઈ સમસ્યા ન થાય તેનું સરકાર ધ્યાન રાખશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશકિતસિંહ ગોહિલે વધુમા જણાવ્યુ કે, ભાજપ સરકારના જવાબદાર કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીજીએ તાજેતરમાં બોલીવુડને સમર્થન તેમજ સપોર્ટ કરતુ જે નિવેદન આપેલ છે તે સમગ્ર ક્ષત્રિય સમાજનું અપમાન કરવા બરાબર છે. જે મહાસતી પદ્માવતીજીએ પોતાના શીલ અને ચારિત્ર્યની રક્ષા કાજે ૧૬૦૦૦ મહિલાઓ સાથે અગ્નિમાં પોતાની જાતને હોમી દીધી હોય તેવા મહાનપાત્રને માત્ર પૈસા કમાવવા, વાસ્તવિકતાથી વિરૂદ્ધના દ્રશ્યો અને સંવાદો ફિલ્મમાં રીલીઝ કરવા કોઇ જઇ રહ્યા હોય તે કોઇપણ રીતે વ્યાજબી નથી.
ઇતિહાસના સાથે છેડછાડ કરવાનો કોઇને પણ અધિકાર નથી ક્ષત્રિય સમાજ હંમેશા રાષ્ટ્ર માટે સમર્પિત રહેલ છે. અનેક બલિદાનો અને નિસ્વાર્થ લડાઇનો ઉજ્જવળ ઇતિહાસ છે ત્યારે અમારા આ સમાજની લાગણી ન દુભાય તે જોવાની જવાબદારી સરકારની છે. તો તાત્કાલિક આ અંગે યોગ્ય કરવા શકિતસિંહ ગોહિલે અંતમા માંગણી કરી છે.
રાજકોટ: ડિસેમ્બરમાં રિલીઝ થનારી સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનો વિરોધ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ગુજરાતમાં રાજયનાં પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શકિતસિંહ ગોહિલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને પત્ર પાઠવીને રાણી પદ્માવતીનાં નામ ઉપર રિલીઝ થનાર ફિલ્મ સામે વિરોધ વ્યકત કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -