આ ગુજરાતી એક્ટ્રેસે રેમ્પ વોક દરમિયાન લગાવી આગ, જુઓ તસવીરો
કરિશ્મા કપૂર, જહાન્વી કપૂર, નેહા ધૂપિયા અને બિપાશા બસુ પણ લેકમે ફેશન વીકમાં રેમ્પ વોક કરી ચુક્યા છે.
લેકમે ફેશન વીકની 38મી એડિશનનું આયોજન મુંબઈમાં થઈ રહ્યું છે. જેમાં અનેક હસ્તીઓ પહેલાં જ રેમ્પ વોક કરી ચુકી છે.
2011માં વન્સ અપોન એ ટાઇમ ઈન મુંબઈ માટે તેને આંતરરાષ્ટ્રીય ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ મળ્યો હતો.
પ્રાચી દેસાઇ ટેલિવિઝન દુનિયામાં ઘણો સમય વીતાવી ચુકી છે. 2016માં આવેલી બોલીવુડ ફિલ્મ અઝહરમાં તે અંતિમવાર નજરે પડી હતી.
પોતાની ક્યૂટનેસ માટે જાણીતી પ્રાચી દેસાઇ રેડ ડ્રેસમાં રેમ્પ વોક પર ખૂબ આકર્ષક લાગતી હતી. રેમ્પ વોક દરમિયાન તેણે ગળામાં એક સુંદર નેકલેસ પણ પહેર્યો હતો.
પ્રાચી દેસાઈનો જન્મ સુરતમાં થયો હતો. તેણે સાઉથની પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રાચી 2008માં આવેલી ફિલ્મ રોક ઓનથી મોટા પડદા પર કરિયરની શરૂઆત કરી હતી. ત્યારથી લઈ અનેક ફિલ્મોમાં એક્ટિંગનો જલવો દેખાડી ચુકી છે.
મુંબઈઃ લેકમે ફેશન વીકમાં મૂળ ગુજરાતી અને બોલીવુડ એક્ટ્રેસ પ્રાચી દેસાઈએ રેમ્પ વોક કર્યું. પ્રાચી જ્યારે રેમ્પ પર ચાલી રહી હતી ત્યારે લોકોની નજરો તેના પર ચોંટી ગઈ હતી.