ગુજરાતી ફિલ્મ નિર્માતાઓએ કર્યો ‘ફિલ્લોરી’ અને અનુષ્કા પર કેસ, જાણો શું કર્યુ કોર્ટે
ગુજરાતી ફિલ્મ ‘મંગળફેરા’ને ભોજપુરી અને બંગાળીભાષામાં પણ બનાવવામાં આવે છે. અરજદારોના મતે ફિલ્મનો પ્લોટ એક માંગલિક મહિલાની આસપાસ ગૂંથાયેલો છે. જેના કારણે તેના લગ્ન એક ઝાડ સાથે કરવામાં આવે છે. આ ઝાડમાં એક ભૂત રહે છે જે આ મહિલાના પ્રેમમાં પડે છે અને પછી ડ્રામા વધે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા અરજદારોએ ‘ફિલ્લોરી’ને નોટિસ મોકલી હતી. જેના જવાબમાં ફિલ્લોરીની ટીમે જવાબ મોકલ્યો હતો કે ફિલ્મમાં મહિલાઓને ઝાડ સાથે પરણાવવાની પ્રથા પર આધારિત છે. આ જવાબથી સંતોષ ન થતાં મંગળફેરાના નિર્માતાઓ કોર્ટમાં ગયા હતા.
ગુજરાતી ફિલ્મ ‘મંગળફેરા’ના નિર્માતાઓ અને ગાયત્રી સિને પ્રોડક્શને બોમ્બે હાઈકોર્ટે આકરો દંડ ફટકાર્યો છે. તેમનો દાવો હતો કે બોલીવુડ ફિલ્મ ફિલ્લોરી પર મંગળફેરાની વાર્તા ચોરી કરી હોવાનો આરોપ મૂક્યો હતો.
ગાયત્રી સિને પ્રોડક્શનના પ્રતિનિધિઓ યાત્રી અને દશરથ રાઠોડે ગયા અઠવાડિયે શનિવારે કોર્ટમાં અરજી કરી હતી કે તેઓ ફોક્સ સ્ટાર સ્ટુડિઓઝ, અનુષ્કા શર્મા અને તેની કંપની ક્લિન સ્લેટ ફિલ્મ તેમજ ફિલ્લોરીના લેખક અન્વિતા દત્ત ગુપ્તનને નોટિસ મોકલવા માગે છે. અરજદારો તરફના વકીલ નાગેશ મિશ્રાએ કોર્ટમાં ફિલ્લોરીની રીલિઝ સામે સ્ટે મૂકવાની માગ કરી હતી. નાગેશ મિશ્રાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ‘જસ્ટિસ જીએસ પટેલે કહ્યું છે કે ફિલ્મની રીલિઝ ડેટ આટલી નજીક હોય ત્યારે અમે કોર્ટમાં આ મામલો ન લાવી શકીએ. તેમણે આ કેસ ડિસમીસ કરતા કોર્ટનો સમય બગાડવા માટે અમારી પર 5 લાખ રૂપિયાનો દંડ કર્યો છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -