ગુજરાત કોંગ્રેસની કઈ બે મહિલા ધારાસભ્યોની નજીકની વ્યક્તિઓ દારૂની મહેફિલ માણતાં પકડાઈ? જાણો વિગત
થોડાંક દિવસ પહેલાં જ ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ રમણલાલ વોરાએ તેજશ્રીબેનને ‘ઓવરસ્માર્ટ’ કહેતાં રડી પડ્યાં હતાં. તેજશ્રીબેન તથા ચંદ્રિકાબેન બંનેની નજીકની વ્યક્તિ ઝડપાઈ હોવા છતાં બંનેએ તેમની સામે કોઈ પગલાં નથી લીધાં. તેજશ્રીબેન પોતાના પી.એ.ને દૂર કરી શકે પણ એ પગલું પણ તેમણે ભર્યું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી ઘટનામાં વિરમગામના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલના પર્સનલ આસિસ્ટન્ટ (પી.એ.) દારૂ પીધેલી હાલતમાં પકડાતાં ધરપકડ કરાઈ હતી. ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષે ઓવરસ્માર્ટ કહેતાં રડી પડેલાં ધારાસભ્યના પીએ અશ્વિન ભટ્ટ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા પણ પછી પોલીસે તેમને જામીન પર છોડી દીધા છે.
ચંદ્રિકાબેનને ત્રણ પુત્રો છે ને તેમાંથી આ સૌથી નાનો દીકરો કોલેજમાં ભણે છે. દીકરાની ધરપકડથી રઘવાયાં બની ગયેલાં ચંદ્રિકાબેન ગુરૂવારે કોંગ્રેસના નેતાઓને લઈને સ્પીકર અને મુખ્યમંત્રીને મળ્યાં હતાં. બંને સામે બહુ વિનંતીઓ કરાઈ એ પછી ચંદ્રિકાબેનના દીકરાને છોડાયો હતો. આ બનાવ પછી ગુરૂવારે બેનની બોલતી બંધ હતી.
દારૂના અડ્ડાવાળા ભાજપના નેતાઓને હપ્તા આપે છે તેવા આક્ષેપ કરનારાં ચંદ્રિકાબેનનો પુત્ર ગરબાડામાં બીજા જ દિવસે દારૂની મહેફિલ માણતાં ઝડપાયો હતો. ગરબાડામાં ચંદ્રિકાબેન જ્યાં રહે છે તે ફળિયામાં લગ્ન હતાં. તેની ખુશીમાં ધારાસભ્યનો પુત્ર મિત્રો સાથે દારૂની મહેફિલ માણતો હતો ત્યારે પોલીસે રેડ પાડી તેને ઝડપી લીધો હતો.
પહેલી ઘટનામાં દાહોદના ગરબાડાનાં કોંગ્રેસી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાનો પુત્ર દારૂની મહેફિલ માણતાં ઝડપાઈ ગયો હતો. ચંદ્રિકાબેને મંગળવારે જ વિધાનસભામાં આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ છે કેમ કે દારૂના અડ્ડાવળાને ભાજપ સરકારમાં બેઠેલા લોકો સાથે સાંઠગાંઠ છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોંગ્રેસ મહાત્મા ગાંધીના નામની દુહાઈઓ આપે છે અને દારૂબંધીના નામે ભાજપ સરકાર પર આક્ષેપો કરે છે ત્યારે કોંગ્રેસની જ બે મહિલા ધારાસભ્યોની નજીકની વ્યક્તિ દારૂ પીતાં ઝડપાઈ જવાની ઘટનાઓ બની છે. બંને મહિલા ધારાસભ્યે આ નજીકની વ્યક્તિઓ સામે પગલાં લેવાના બદલે તેમને છાવર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -