ટેલિવૂડ:ડાન્સ દિવાને સિઝન-3ના મંચ પર એક અમદાવાદી બાળકીએ ધમાકેદાર ડાન્સ કરીને ન માત્ર જજીસનું પરંતુ દર્શકોનું દિલ જીતી લીધું છે. ટીવીના રિયાલિટી શોમાં અમદાવાદનું નામ રોશન કરનાર આ બાળકી કોણ છે અને તેના કોરિયોગ્રાફરની શું છે દિલચશ્ય કહાણી જાણીએ...



કહેવાય છે ને કે. ‘આર્ટ ઇઝ ગિફ્ટ ઓફ ગોડ’ 6 વર્ષની અમદાવાદની પ્રેશા શાહ તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેમની નૃત્ય કલા જોઇને ‘ડાન્સ દિવાને સિઝન-3 જજીસ સહિત દર્શકો મંત્રમુગ્ધ થયા ગયા હતા. અમદાવાદની પ્રેશા શાહે ડાન્સ દિવાને સિઝન -3ના મંચ પર  કંગનાની ફિલ્મ ક્વિનના સોન્ગ ‘પૂરા પુરા લંડન ઠુમકા દા’ શાનદાર ડાન્સ કર્યો આ સોન્ગ પર તેમણે ભરતનાટયમના ડાન્સ મૂવ્સ કર્યાં. આટલી નાની ઉંમરમાં ભરતનાટયમમાં મહારત હાંસિલ કરનાર પ્રેશાને ડાન્સ મૂવ્સ જોઇને દર્શકો દંગ રહી ગયા.



પ્રેશા શાહનો ડાન્સ જેટલો શાનદાર છે, તેટલી તેના કોરિયોગ્રાફરની કહાણી પણ દિલચશ્પ છે. પ્રેશાની માતા જ તેમની કોરિયોગ્રાફર છે, જો આવું કહીએ તો જરાય ખોટું નથી. પ્રેશા શાહની માતા હિમાની શાહ એક બેસ્ટ ડાન્સર છે. હિમાની શાહમાં પણ કુદરતે ડાન્સ કલા જન્મજાત જ મૂકી હતી. તે ડાન્સમાં મહારત હાસિલ કરવા ઇચ્છતી હતી. હિમાનીએ આ માટે ભરતનાટ્યમની તાલીમ લેવાનું પણ શરૂ કર્યું. જો કે હિમાનીના પિતાજીને દીકરોનું ડાન્સર બનવું મંજૂર ન હતું. 6 વર્ષની ભરતનાટયમની તાલીમ બાદ હિમાનીએ પિતાની મરજીના કારણે ભરતનાટયમ છોડવું પડ્યું



પ્રેશા શાહની માતા હિમાનીએ માત્ર 6 વર્ષ તાલીમ લઇને ભરતનાટયમ છોડી દીધું. લગ્ન બાદ તેમને આ અધુરા સપનાના બીજ તેમણે બાળકીમાં રોપ્યાં. હિમાનીએ તેમની બાળકી પ્રેશાને ભરતનાટયમની તાલીમ અપાવવાનું શરૂ કર્યું. તે ખુદ પણ તેને તૈયાર કરી રહી છે. ટીવીના રિયાલિટી શોમાં બાળકીને ડાન્સ કરતા જોઇને માતા હિમાની ભાવુક થઇ ગઇ હતી અને ત્યારબાદ બંનેએ સ્ટેજ પર શાનદાર ડાન્સ પર્ફોમ કરીને સૌને દંગ કરી દીધા હતા.