ગાંધીનગરઃ આજથી ગુજરાતમાં વિધાનસભામાં સત્ર શરૂ થઈ રહ્યું છે. 24 દિવસ સુધી ચાલનારા આ બજેટ સત્ર દરમિયાન લહ જિહાદ સિવાય અન્ય બિલો રજૂ કરાશે. નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશ પછી હવે મધ્યપ્રદેશમાં પણ લવ-જેહાદવિરોધી બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. હવે ગુજરાતમાં પણ લવ જિહાદનો કાયદો બનવા જઈ રહ્યો છે.


મધ્યપ્રદેશમાં નવા કાયદામાં કુલ 19 જોગવાઈ કરાઇ છે, જેના અંતર્ગત ધર્મપરિવર્તનના મામલે પીડિત પક્ષનાં પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે. મધ્યપ્રદેશમાં કાયદામાં જે જોગવાઈ કરાઇ છે એ ઘણીબધી યુપી સરકાર જેવી જ છે. બંને કેસોમાં આરોપીને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, જ્યારે રૂપિયા 5 હજારથી 50 હજાર સુધીનો દંડ કરવાની પણ જોગવાઈ કરાઈ છે. ઉત્તર પ્રદેશના કાયદા પ્રમાણે આ જોગવાઇ કરાઇ છે.

હવે ગુજરાતમાં પણ આ કાયદો આવવાનો છે, ત્યારે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ આ પ્રકારના દંડની જોગવાઇ કરાઇ શકે છે. જૂઠું બોલીને, પ્રલોભન કે કપટતાપૂર્વક ધર્મપરિવર્તન કરવું કે કરાવવું એ બિનજામીનપાત્ર ગુનો બનશે. આ ગુના માટે ઓછામાં ઓછી 6 મહિનાથી લઈ વધુમાં વધુ 10 વર્ષ સુધીની જોગવાઈ છે. દંડની રકમ 10 હજારથી લઈ 50 હજાર સુધીની હશે.

જો કોઈ ધર્મપરિવર્તન માટે માનસિક અને શારીરિક રીતે અત્યાચાર કરે છે તો એ પણ આ નવા કાયદા હેઠળ આવશે. ધર્માંતરણના કિસ્સામાં જો માતા-પિતા, ભાઈ-બહેન અથવા અન્ય બ્લડ રિલેશન ધરાવતી વ્યક્તિ ફરિયાદ કરે છે તો તેમની ફરિયાદ પર કાર્યવાહી શરૂ કરી શકાશે. ધર્માંતરણ માટે દોષિત જણાતાં 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે.