નવી દિલ્હીઃ દેશમાં કોરોના રસીકરણના બીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. આજે સવારેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)માં જઈને રસી લીધી હતી જ્યારે  અમિત શાહને રસી આપવા ડોક્ટરોની ટીમ તેમના ઘરે જશે. અમિત શાહ સરકારી હોસ્પિટલના ડોક્ટરો પાસેથી નહીં પણ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો પાસેથી રસી લેવાના છે તેથી ડોક્ટરો તેમના ઘરે જઈને રસી આપશે.


અમિત શાહે કોરોનાની સારવાર લીધી હતી એ ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલના ડોક્ટરોની ટીમ અમિત શાહના ઘરે જઈને તેમને કોરોનાની રસી આપશે. અમિત શાહ પણ પીએમ મોદીએ લીધેલી ભારત બાયોટેકની કોવેક્સિનની રસી લઈ શકે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15,510 નવા કેસ નોંધાયા છે અને 106 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી કુલ સંક્રમિતોની સંખ્યા 1,10સ96,731 પર પહોંચી છે અને 1,07,86,457 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,57,157 થયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,68,627 છે. અત્યાર સુધીમાં કુલ 1,43,01,266 લોકોને રસી આપવામાં આવી ચુકી છે.

મોદીએ રસી લીધા પછી નર્સને શું કહ્યું ? જાણીને ચોંકી જશો

 મોદીને કોરોનાની રસી આપનારી સિસ્ટર  કોણ છે ? જાણો ક્યા રાજ્યનાં છે ?