મુંબઈ: રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગલી બોયને ભારત તરફથી આધિકારીક રીતે 92માં એકેડમી અવોર્ડ્સ માટે મોકલવામાં આવી છે. ઓસ્કરમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મની કેટેગરીમાં આ ફિલ્મને ભારત તરફથી મોકલવામાં આવી છે. ફિલ્મને જોયા અખ્તરે નિર્દેશિત કરી છે.
ઓસ્કર્સ એવોર્ડ્સમાં ભારત તરફથી મોકલવામાં આવનારી ફિલ્મો અંગે વિચારણા ચાલી રહી હતી. આ રેસમાં ભારત તરફથી ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈક, કેસરી, બધાઈ હો, આર્ટિકલ 15 અને અંધાધુન જેવી ફિલ્મો પર વિચાર ચાલી રહ્યો હતો.
ગલી બોયને ઘણા ઈન્ટરનેશનલ અવોર્ડ્સ મળી ચૂક્યા છે. આ પહેલા ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં ગલીબોયને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો. સાથે જ દક્ષિણ કોરિયામાં 23માં બુકિયોન ઈન્ટરનેશનલ ફૈંટાસ્ટિક ફિલ્મ ફેસ્ટિવલમાં નેટવર્ક ફોર ધ પ્રોમોશન ઓફ એશિયન સિનેમાનો અવોર્ડ જીત્યો હતો.
જોયા અખ્તરની 'ગલી બોય' મુંબઈની ધારાવીની ઝૂપડપટ્ટીમાં રહેતા રેપર્સ પર આધારીત સ્ટોરી છે. જોયા અખ્તર આ પહેલા લક બાય ચાન્સ, જિદંગી ના મિલેગી દોબારા અને દિલ ધડકને દો જેવી ફિલ્મોનું નિર્દેશન કરી ચૂકી છે.
Oscars 2020: ભારત તરફથી ઓસ્કર માટે મોકલાઈ રણવીર-આલિયાની 'ગલી બોય'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Sep 2019 07:03 PM (IST)
ઓસ્કરમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મની કેટેગરીમાં આ ફિલ્મને ભારત તરફથી મોકલવામાં આવી છે. ફિલ્મને જોયા અખ્તરે નિર્દેશિત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -