સીવાન: બિહારમાં નીતીશ સરકારમાં સામેલ RJD નીતીશ સરકારની વિરૂધ્ધમાં પ્રર્દશન કરી રહી છે. સોમવારે સીવાનમાં RJD ના પૂર્વ બાહુબલી સાંસદ શહાબુદીનના સર્મથનમાં પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રર્દશન કર્યું હતું, જેમાં સરકારના મુખિયા નીતીશ કુમારની વિરૂધ્ધમાં નારેબાજી કરવામાં આવી હતી.
RJD ના સર્મથકોએ સરકાર પર શહાબુદીનને એક કાવતરૂ ધડી બીજી વખત જેલમાં મોકલી દેવાનો ઓરોપ લગાવી નીતીશ કુમારની વિરૂધ્ધમાં નારેબાજી કરી હતી. સીવાન જિલ્લામાં થઈ રહેલા પ્રર્દશનનું નેતૃત્વ RJD જિલ્લા અધ્યક્ષ પરમાત્મા રામ કરી રહ્યા છે. આ વિરોધ પ્રર્દશનમાં હજારોની સંખ્યામાં સર્મથકો જોડાયા છે.
RJD ના કાર્યકર્તાઓએ સવારથી હાથમાં શહાબુદીનના સર્મથનમાં બેનરો લગાવી સરકારની વિરૂધ્ધમાં નારેબાજી કરી હતી. શહાબુદિનના સર્મથકોએ સરકારની સાથે-સાથે મીડીયાને પણ જવાબદાર ગણાવ્યું હતું, તેનો ગુસ્સો એક સ્થાનિક મીડીયાકર્મી પર ઉતાર્યો હતો.