બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી આ ફિલ્મથી કરશે બોલિવૂડમાં એન્ટ્રી, જાણો
abpasmita.in | 03 Oct 2016 05:14 PM (IST)
મુંબઈ: અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાહ્નવી ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે, લોકોને આશા છે કે તે જલ્દી ફિલ્મી પડદે જોવા મળશે. જ્હાનવી કપૂર ફિલ્મી પડદે ડેબ્યૂ કરી રહી છે, જાહ્નવી ફિલ્મ ‘શિદ્દત’ માં વરૂણ ધવન સાથે જોવા મળશે. આ ફિલ્મ કરન જોહરના બેનર ધર્મા પ્રોડક્શન નીચે નિર્માણ પામશે. સાજિદ નડિયાદવાલા આ ફિલ્મને પ્રોડ્યૂસ કરશે. ફિલ્મનું નિર્દેશન અભિષેક વર્મન દ્વારા કરવામાં આવશે, અભિષેક દ્વારા આલિયા અને અર્જૂન કપૂરની ‘2 સ્ટેટ’ નું નિર્દેશન કરવામાં આવ્યું હતું. આ રોલ માટે વરૂણ ધવનને પહેલેથી જ કાસ્ટ કરી લેવામાં આવ્યો હતો. ઘણી છોકરીઓના ઓડિશન બાદ આખરે જાહ્નવી કપૂરને કાસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો