બોલિવૂડની આ એક્ટ્રેસની બિકિની તસવીરો થઈ લીક, સોશિયલ મીડિયામાં Viral
મુંબઈઃ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસે સાઈબર એકેટનો સામનો કરવો પડ્યો છે. કહેવાય છે કે કેટલાક હેકર્સે એક્ટ્રેસ હંસિકા મોટવાનીની હોલીડેની પ્રાઈવેટ તસવીર ઓનલાઈન લીક કરી દીધી છે. મોટાભાગની તસવીરમાં એક્ટ્રેસ બિકીનીમાં જોવા મળી રહી છે. તસવીરમાંથી મોટાભાગની ન્યૂયોર્કમાં વેકેશ દરમિયાનની છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તસવીર ઓનલાઈન કેવી રીતે લીક થઈ.
જોકે, આ પહેલીવાર નથી બન્યું કે કોઇ અભિનેત્રી સાયબર ક્રાઇમનો ભોગ બની હોય. આ પહેલા એમી જેક્સન અને અક્ષરા હસનના મોબાઇલ ફોન હેક થયા હતા અને તેમની પ્રાઇવેટ તસવીરો ઇન્ટરનેટ પર લીક કરાઇ હતી. અક્ષરાએ હેકર્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હતી.
હંસિકાએ તસવીરો લીક થઇ હોવા અંગે કોઇ નિદેવન આપ્યું નથી અને હેકર્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી નથી. આમાંથી કેટલીક તસવીરો ટ્વિટર પરથી દૂર કરાઇ છે, પરંતુ કેટલીક તસવીરો હજુ પણ ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. જોકે, આ તસવીરો તેના પર્સનલ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી નથી. હંસિકાનું એકાઉન્ટ હેક કરાયું નથી તો આ તસવીરો ઇન્ટરનેટ પર કેવી રીતે વાયરલ થઇ તે પણ પ્રશ્ન છે.