બોલિવૂડ અભિનેતા સલમાન ખાન 54 વર્ષનો થઈ ગયો છે. આ દરમિયાન સલમાન ખાને તેના નાના ભાઈ સોહેલ ખાનના ઘરે 54મો જન્મદિવસ ઉજવ્યો હતો. બર્થ-ડેને લઈને મોડી રાતે સલમાન ખાને ઘરની બહાર નીકળીને કેક કાપી હતી. સલમાનના બર્થ-ડે પર તેના નજીકના લોકો અને સંબંધીઓ તેને શુભેચ્છા પાઠવવા પહોંચ્યાં હતાં.

સલમાન ખાને કેક કાપી તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સલમાન ખાનની સાથે તેના પિતા સલીમ ખાન, બહેન અર્પિતા શર્મા અને તેનો બોડીગાર્ડ શેરા સહિત સેલેબ્સ જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં સલમાન પોતાના ભાણિયા આહિલની સાથે કેક કાપતો જોવા મળ્યો હતો.

સલમાન ખાનના બર્થ-ડે પર પરિવાર, મિત્રો અને અન્ય ફિલ્મી હસ્તીઓની સાથે ઉજવે છે. સેલિબ્રેશનનો આ વીડિયોમાં સલીમ ખાન, આહિલ શર્મા, અર્પિતા ખાન શર્મા અને બાકીના તમામ મિત્રો સલમાન ખાન માટે બર્થ-ડે સોંગ ગાઈ રહ્યાં હતાં. હંમેશાની જેમ સલમાન ખાન આ વખતે પણ પોતાના સિગ્નેચર સ્ટાઈલ અને લુકમાં જોવા મળ્યો હતો.


સલમાન ખાનની બર્થ-ડે પાર્ટીમાં બોલવૂડની અનેક હસ્તીઓ જોવા મળી હતી. જેમાં સિંગર મિકા સિંહ, આદિત્ય રાય કપૂર, વાણી કપૂર, સાકિલ સલિમ, કેટરિના કૈફ, પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા અને હેમા કુરેશી સહિતની સેલેબ્રિટી જોવા મળી હતી.