નવી દિલ્લી: ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર જિલ્લામાં રહેનારા બોલિવુડ એક્ટર નવાઝુદિન સિદીકી પર દહેજ ઉત્પીડન અને ત્રાસનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપ નવાઝુદિનના નાના ભાઈની પત્ની આફરિને લગાવ્યો છે.
નવાઝના નાના ભાઈની પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેના પતિ મિનાઝુદિન તેના જેઠ નવાઝુદિન અને સસુરાલ પક્ષ દહેજ માટે ત્રાસ આપી રહ્યા છે, જેના કારણે આફરિને નવાઝુદિનના પૂરા પરિવાર પર દહેજ અને ત્રાસ આપવાની ફરિયાદ દાખલ કરી છે.
જાણકારી મુજબ છેલ્લા એક અઠવાડિયાથી નવાઝ મુજફ્ફરનગરમાં જ છે. પીડિતાએ તેના પતિ પર નશાની ગોળીઓ અને ઈંજેક્શન આપવાનો પણ આરોપ લગાવ્યો છે.
નવાઝના ભાઈ મિનાઝુદિનના લગ્ન આફરિન સાથે આ વર્ષે જ 31 મે ને રોજ થયા હતા. હાલ આ મામલે પરિવારના સભ્યોયે કંઈપણ બોલવાની ના પાડી છે.