#MeToo: તનુશ્રી દત્તાએ કહ્યું- ‘હીરો બનવા માટે નહીં પણ મારા માટે અવાજ ઉઠાવ્યો’
તેણે કહ્યું, “આપણા દેશમાં યૌન શોષણના મામલા ગંભીરતાથી લેવામાં નથી આવતા. પીડિતાને બધુ ભૂલી જવાની સલાહ આપવામાં આવે છે. હું લડાઈ લડી રહું છું અને મને ખબર છે કે આનું ફળ પણ મળશે. હું છેલ્લા 10 વર્ષથી નેશનલ ટેલીવિઝન પર છું. મારી ફિલ્મી કરિયર દાવ પર હતી. એક એવી સ્થિતિ હતી કે મારે બચાવ કરવો પડ્યો હતો. મેં મારી વાત એટલા માટે નહોતી રાખી કે હું હીરો બનવા ઈચ્છતી હતી. પરંતુ હું ખુદ મારો બચાવ કરવા માંગતી હતી.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતનુશ્રીએ કહ્યું, લોકોને ખુલ્લા પાડતી મૂવમેન્ટ શરૂ થવાથી હું ખુશ છું. હું માનું છું કે જો પુરુષ ડરેલા છે તો તેમણે ડરવું પણ જોઈએ. બોલીવુડના અનેક લોકોએ તનુશ્રીનું સમર્થન કર્યું છે.
મુંબઈઃ દેશમાં #MeToo લહેર શરૂ કરનારી એક્ટ્રેસ તનુશ્રી દત્તાનું કહેવું છે કે ભારતમાં આવા મામલાને ગંભીરતાથી લેવામાં નથી આવતા. પરંતુ મને ન્યાય મળશે તેવો વિશ્વાસ છે. કાયદા-કાનૂન, ભ્રષ્ટાચારના કારણે ન્યાય મળવામાં વિલંબ થઈ જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -