ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેમના ફેન્સ માટે ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. આ ક્રિકેટરનો એક અનોખો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

હરભજનસિંહ તેમના ઘરનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં હરભજનસિંહ તેમની માતા સાથે કામ કરતો જોવા મળે છે. જી હાં વીડિયોમાં તે તેમની માતાને મદદ કરતો જોવા મળે છે. હરભજન સિંહના આ અંદાજને તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે અને વીડિયોને શેર કરી રહ્યાં છે.


વીડિયોમાં હરભજનસિંહ તેમની માતાને મદદ કરતા જોવા મળે છે. ઘરની માતા સાથેની મોમેન્ટનો આ વીડિયોને હરભજનસિંહે તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. ભજ્જીનો આ ઘરેલુ અંદાજ અને માતા સાથેનું બોન્ડિંગ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે અને વધુમા વધુ વીડિયો શેર થતાં સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે.