હાર્દિક પટેલે સન્ની લીયોની વિશે એવું શું કહ્યુ કે બની ગયા નેશનલ ન્યુઝ ? જાણો વિગત
નવી દિલ્હીઃ પાટીદાર નેતા હાર્દિક પટેલનું માનવું છે કે પોર્ન સ્ટારમાંથી બોલિવૂડ એક્ટ્રેસ બનેલી સની લિયોનીને પણ બોલિવૂડમાં એ નજરથી જોવી જોઇએ જે નજરથી નરગિસ, શ્રીદેવી અને માધુરી દિક્ષિત જેવી જાણીતી એક્ટ્રેસિસને જોવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે કહ્યું કે, જો આપણા વિચારો એવા છે કે આપણે હજુ પણ સની લિયોનીને તેની જૂની છબિ પ્રમાણે જોતા હોય તો આ દેશ ક્યારેય પણ બદલી શકે નહીં. બોલિવૂડમાં એક્ટિંગ કરી ચૂકેલી પૂર્વ પોર્ન સ્ટાર પણ ઇચ્છે છે કે તેને ફિલ્મ એક્ટ્રેસ તરીકે પૂર્ણ સન્માન મળે.
જોકે, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે આ આશંકાનો આધાર શું છે? તો તેણે દાવો કર્યો હતો કે જે રીતે કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યપાલે કોગ્રેસ અને જેડીએસના બહુમત સંગઠન કરતા પહેલા ભાજપ ધારાસભ્યના નેતા યેદિયુરપ્પાને સરકાર બનાવવાની તક આપી દીધી હતી. તેમાં લાગે છે કે દેશમાં બંધારણ ખત્મ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
ભાજપને સત્તાની લાલચી પાર્ટી ગણાવતા હાર્દિકે આશંકા વ્યક્ત કરી હતી કે જો નરેન્દ્ર મોદી વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં ફરીથી વડાપ્રધાન બને છે તો આખા દેશમાં ક્યારેય પણ ચૂંટણી થશે નહીં.
હાર્દિકે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, જો આપણે સની લિયોનીએ ફિલ્મોમાં એ નજરથી જોઇએ છીએ જે નજરથી નરગિસ, શ્રીદેવી અને માધુરી દિક્ષિતને જોવામાં આવે છે તો એમાં મુશ્કેલી શું છે. આપણે સની લિયોનીને ફિલ્મોમાં ખોટી નજરથી કેમ જોવી જોઇએ?
- - - - - - - - - Advertisement - - - - - - - - -