હેમા માલિની-ધર્મેંદ્ર બનશે નાના-નાની, દિકરી એશા છે પ્રેગનેંટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોહા અલી ખાનના પ્રેગનેંસીના ન્યૂઝ પછી ફરી એક સેલેબ કપલે ગુડ ન્યૂઝ આપ્યા છે. હેમા માલિની અને ધર્મેંદ્રની મોટી દિકરી એશા દેઓલ પ્રેગનેંટ છે. એશાના લગ્ન બિઝનેસમેન ભરત તખ્તાની સાથે 2012માં થયા હતા. અને હવે પાંચ વર્ષે તે બંને પોતાનું પહેલું સંતાન એક્સપેક્ટ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે એશા દેઓલની નાની બહેન અહાનાને એક દિકરો છે. અહેવાલમાં લખ્યું છે કે, એશાને બાળકો ખૂબ ગમે છે પણ પોતાનો પરિવાર શરૂ કરતા પહેલા તેને થોડો સમય લેવો હતો. અહાનાની પ્રેગનેંસી વખતે પણ એશાએ જ શોપિંગ અને ડિઝાઈન કર્યુ હતું. દેઓલ પરિવાર આ સમાચારથી ખૂબ ખુશ છે. હાલ એશા તેની મમ્મી હેમા માલિની સાથે જુહૂના બંગલામાં રહે છે. ક્યારેક તે બાંદ્રા સાસરે પણ મળવા જતી હોય છે. આ વર્ષના અંતમાં એશાની ડિલીવરી થશે.
રામ કમલ મુખર્જી (કે જે હેમા માલિનીના જીવન પર એક પુસ્તક લખી રહ્યા છે જેનું શીર્ષક છે- બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ) તેમણે એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હા એશા દેઓલ પ્રેગનેંટ છે અને પરિવારમાં બધા જ લોકો ઘણા ખુશ છે.
જો કે હજી સુધી હેમા માલિની કે પરિવારના કોઈ સભ્ય તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા મળી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -