✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વડોદરાઃ પોલીસને જોઇને યુવકે ત્રીજા માળેથી ઝંપલાવ્યું, જાણો પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Apr 2017 10:25 AM (IST)
1

2

દારૂની બાતમીને આધારે બ્લોક નંબર 2માં એસઓજીની ટીમે દરોડો પાડતા અગાસી પર જુગાર રમાઇ રહ્યો હતો અને તે સમયે પોલીસને જોઇને ભાગેલો યુવાન નીચે પટકાયો હતો. પોલીસે 4ને જુગાર રમતાં ઝડપી લીધા હતા પણ જુગાર રમતાં અન્ય એક યુવક મહેશ ઉર્ફે મોતીસિંહ ધીરજસિંહ સોલંકી પોલીસથી ગભરાઇ ગયો હતો અને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બાલ્કની પરથી નીચે પટકાતા મોત થયું હતું.

3

મહેશનાં માતા-પિતા રવિવારે સુરત માસીની ખબર જોવા માટે ગયા હતા. જ્યારે તેની પત્ની સોનલબેન બે સંતાનો સાથે ઘરે હતી. બપોરે બનાવ અંગે જાણ થતાં સોનલબેનને આઘાત લાગ્યો હતો. પતિના મોતની જાણ થતાં જ તે બેભાન બની હતી.

4

મૃતકના પરિવારે જણાવ્યું હતું કે મહેશ ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના મોતના સમાચાર મળતાં જ તેની પત્ની બેભાન થઇ ગઇ હતી. જો કે, રામનગરમાં રહેતો મહેશ કલાલી વુડાના મકાનમાં કેમ આવ્યો હતો તે અંગે કોઇ જ જાણકારી ન હતી.

5

વડોદરા: ગઈ કાલે રવિવારે કલાલી અટલાદરા બ્રિજ પાસે આવેલા વુડાના મકાનના ત્રીજા માળની બાલ્કની પરથી કૂદી જતાં એક યુવકનું મોત થયું હતું. એસઓજી પોલીસે જુગારધામ પર દરોડો પાડતા પોલીસને જોઇને ગભરાયેલા યુવાને ત્રીજા માળેથી નીચે પડતું મુક્યું હતું. નીચે પટકાયેલા યુવાનનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

  • હોમ
  • વડોદરા
  • વડોદરાઃ પોલીસને જોઇને યુવકે ત્રીજા માળેથી ઝંપલાવ્યું, જાણો પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.