મુંબઈ: ટીવી અને બોલીવૂડ અભિનેતા હિમાંશ કોહલીના માતા-પતિા અને બહેન ગત સપ્તાહે કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા હતા, બાદમાં શુક્રવારે અભિનેતાને પોતે કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી કરી છે. આ પહેલા હિમાંશનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, બાદમાં તેનામાં કોરોનાના લક્ષણ જોવા મળતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ઈન્સ્ટાગ્રામ પર જાણકારી શેર કરતા અભિનેતાએ કહ્યું, ભગવાનની કૃપા અને તમારા લોકોની દુવાથી મારો પરિવાર સ્વસ્થ થવાની દિશામાં આગળ વધી રહ્યો છે. આપણે ઘણી વખત વિચારીએ છીએ કે આપણી પાસે બેસ્ટ ઈમ્યૂનિટી છે, મારી સાથે કંઈ નહી થાય, આપણે યોદ્ધા છીએ વગેરે. અને આપણને લાગે છે કે આપણે ખૂબ જ સાવધાવી રાખીએ છીએ. તેણે કહ્યું, માતા-પિતા અને બહેન બાદ મારી અંદર પણ કોરોનાના લક્ષય જોવા મળ્યા, બાદમાં મે કાલે કોરોના ટેસ્ટ કરાવ્યો, જેમાં પોઝિટિવ આવ્યો છે. હું જરાય પણ ડર્યો નથી, કારણ કે રિકવરી રેટ ખૂબ જ વધારે છે. પરંતુ હું તમને બધાને જણાવવા માંગુ છુ કે આ વાયરસને બધા જ પોતાના હિસાબથી લઈ રહ્યા છે, હુ આ વાયરસને સામાન્ય નથી ગણતો. હું પ્રાર્થના કરુ છુ કે આ તમારા કોઈ પાસે ન પહોંચે.