આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટે અયોગ્ય ગણાવ્યો હોવાથી નવા જ મુદ્દાઓ ઉભા થઈ રહ્યા છે. તેનો ઉકેલ લાવવા માટે સીએમ રૂપાણીએ શુક્રવારે અધિકારીઓની ખાસ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાના નિષ્કર્ષ અંગેની આખરી જાહેરાત આજે થઈ શકે છે.
ભરતીની નવી સિસ્ટમને કેવી રાખવામાં આવે જેથી તે કોઈને પણ અન્યાય કર્તા ન બને અને તેનો અમલ કરાવવાની બાબતે ચર્ચા વિચારણા થઈ હતી. આ બેઠકમાં કે.કૈલાશ નાથન, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેયરમેન પણ હાજર રહ્યા હતા. ત્યારે સીએમ રૂપાણી શું જાહેરાત કરે છે તેના પર સૌની નજર રહેલી છે.