મુંબઈ: એનસીબીએ શુક્રવારે અભિનેતા સુશાંત સિંહા રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીની ધરપકડ કરી છે. શૌવિક સિવાય અભિનેતા સુશાંતના હાઉસ મેનેજર સૈમુઅલ મિરાંડાની પણ ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આજે શૌવિકની સતત પૂછપરછ કરવામાં આવી રહી હતી. માનવામાં આવી રહ્યું હતું કે શૌવિકની ધરપકડ બાદ રિયાની પણ એક વખત ડ્રગ્સને લઈને પૂછપરછ કરવામાં આવી શકે છે.
આ પહેલા એનસીબીએ શુક્રવારે મુંબઈની એક કોર્ટને કહ્યું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ મામલે ધરપકડ કરવામાં આવેલા અબ્દેલ પરિહારે જણાવ્યું કે તે શૌવિક ચક્રવર્તીના નિર્દેશો પર ડ્રગ્સ ખરીદતો હતો. એનસીબીએ આ જાણકારી કોર્ટને આપી હતી.
મામલાની તપાસમાં પ્રમુખ આરોપી રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી અને અભિનેતા સુશાંતના હાઉસ મેનેજર સૈમુઅલ મિરાંડાના ઘરે એનસીબીએ દરોડા પણ પાડ્યા હતા.
સુશાંત કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિકની ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Sep 2020 09:12 PM (IST)
એનસીબીએ શુક્રવારે અભિનેતા સુશાંત સિંહા રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીની ધરપકડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -