રાતો રાત સ્ટાર બનેલી રાનૂ મંડલને હિમેશ બેક ટૂ બેક ગીતો આપી રહ્યો છે. 'તેરી મેરી કહાની' અને 'આદત'ની સુપર સક્સે બાદ હિમેશે વધુ એક વીડિયો શેર કર્યો છે, જેમાં રાનૂ 'આશિકી મેં તેરી' સોન્ગ ગાઇ રહી છે.
હિમેશનુ આ નવુ ગીત 'આશિકી મેં તેરી' હાલ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ ગીત 13 વર્ષ પહેલા 2006માં રિલીઝ થયેલી ફિલ્મ '36 ચાઇના ટાઉન'ના ગીત 'આશિકી મેં તેરી'નું રિમેક છે.