રાખી રિતેશ સાથે લગ્ન કર્યા હોવાનું ખુલીને કહી રહી છે, જોકે તેમની કોઇ તસવીર હજુ સુધી સામે નથી આવી.
રાખી સાવંત આજકાલ પોતાના ભોજપુરી ગીત 'છપ્પન છુરી'ના પ્રમૉશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેને મીડિયા વાતચીત કરી, જેમાં તેને કહ્યું કે, મેં લગ્ન વખતે મોટુ મંગળસુત્ર પહેર્યુ હતુ, હવે રોજિંદા માટે નાનુ પહેરુ છે. તેને કહ્યું કે લગ્ન બાદ મારામાં નિખાર આવ્યો છે, મેં ક્યારેય વિચાર્યુ પણ ન હતુ એનાથી વધુ સારો છોકરો મને મળ્યો છે. હું ભગવાનની આભારી છું.
નોંધનીય છે કે, રાખી સાવંતે લગ્ન કર્યા હોવાની વાત સામે આવતા દીપક કલાલે રાખી પર અનેક પ્રકારના આરોપો લગાવ્યા હતા. દીપકે રાખી પર પૈસા લેવાનો અને તેના પેટમાં તેનું બાળક હોવાનો દાવો કર્યો હતો.