નવી દિલ્હીઃ ગઇકાલે માન્ચેસ્ટરના મેદાનમાં રમાઇ રહેલી એશીઝ ટેસ્ટ મેચમાં 44 ઓવર બાદ એવી ઘટના બની જે ઇતિહાસ બની ગયો. હવામાન ખરાબ હોવાથી મેદાનમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરી રહી હતી અને ઇંગ્લિશ ટીમ ફિલ્ડીંગ કરી રહી હતી. આ સમયે વારંવાર બેલ્સ ઉડી જતાં બન્ને ટીમના ક્રિકેટરો અને એમ્પાયરો પરેશાન થઇ ગયા હતો.


જ્યારે ઇંગ્લિશ બૉલર સ્ટૂઅર્ટ બ્રૉડ બૉલિંગ કરવા આવ્યો ત્યારે વારંવાર ભારે પવના કારણે બેલ્સ ઉડી જતાં પરેશાન થઇ ગયો, જેને લઇને બ્રૉડે આ અંગે એમ્પાયરોને ફરિયાદ કરી હતી. બાદમાં એમ્પાયર કુમાર ધર્મસેના અને સાથી એમ્પાયરોએ નૉ બેલ્સ મેચ કરાવવીનો નિર્ણય લીધો હતો. જોકે, બાદમાં હવામાન સાફ થતાં ફરીથી બેલ્સ લગાડી દેવામાં આવી હતી.



શું છે નૉ બેલ્સ નિયમ.....
નિયમ 8.5 અનુસાર એમ્પયાર્સની પાસે સત્તા હોય છે કે, તેઓ બેલ્સ વિના જ મેચ કરાવી શકે છે, કે પછી કંઇક બીજો નિર્ણય પણ લઇ શકે છે. ગઇકાલની મેચમાં હવામાન ખરાબ હોવાથી બન્ને એમ્પાયરોએ સહમતીથી મેચમાં સ્ટમ્પ પર બેલ્સ લગાડ્યા વિના જ (નૉ બેલ્સ) રમાડવાનો નિર્ણય લીધો હતો.



નોંધનીય છે કે ક્રિકેટના ઇતિહાસમાં નૉ બેલ્સ મેચ અગાઉ વર્ષ 2017માં અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઇ હતી.