હિમેશ રેશમિયાની ફિલ્મ Happy Hardy And Heerનું ટ્રેલર રિલીઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Jan 2020 11:26 PM (IST)
ફેન્સ ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતા, કારણ કે આ ફિલ્મના ગીતમાં ઈન્ટરનેટ પર પોતાના અવાજથી રાતો રાત સ્ટાર બનનારી રાનુ મંડલે અવાજ આપ્યો છે.
હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લાંબા સમય બાદ હિમેશ ફરી એકવાર એક્ટર તરીકે દર્શકોને મનોરંજન કરતો જોવા મળશે. ફિલ્મના ટ્રેલર રાનુ મંડલના સોન્ગથી શરૂ થાય છે. આ ફિલ્મ 31 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો ડબલ રોલમાં હિમેશ રેશમિયા એક જ યુવતી સોનિયા માનના પ્રેમમાં પાગલ નજર આવી રહ્યો છે. આ ફિલ્મને એચઆર મ્યૂઝિક લિમિટેડ અને ઈવાઈકેએ ફિલ્મ્સે પ્રોડ્યૂસ કર્યું છે. ફેન્સ ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતા, કારણ કે આ ફિલ્મના ગીતમાં ઈન્ટરનેટ પર પોતાના અવાજથી રાતો રાત સ્ટાર બનનારી રાનુ મંડલે અવાજ આપ્યો છે.