ટ્રોલિંથી પરેશાન હિના ખાને સોશલ મીડિયા પર ટ્રોલર્સ માટે કરી ખાસ પોસ્ટ, જાણો શું કહ્યું?
હિનાના આ ટ્વીટની વાત કરીએ તો તેને લખ્યું છે, ''સારા અને ખરાબ સમાચારોના ડરથી ન્યૂઝપેપર વંચાવવાનું બંધ થાય છે છપાવવાનું નહીં... છાપામાં આવતી રહેતી હાલાકી બદલતી રહે છે... વિચાર બદલો, ન્યૂઝ બદલાઇ જશે! માત્ર તમે જ નક્કી કરશો કે તમારે શું વાંચવું છે, તમારા એક્શનનો જવાબ તમારે જ આપવાનો છે! હું તે જ કરવાની છું, ક્યાંય નથી જઇ રહી.''
'બિગ બૉસ' સિઝન 11ના ગ્રાન્ડ ફિનાલે સુધી પહોંચ્યા બાદ આજકાલ પોતાનો પુરેપુરો સમય બૉયફ્રેન્ડ રૉકી અને પરિવારને આપી રહી છે. આના કારણે તે રૉકીની સાથે દુબઇમાં ફરી રહી છે. જેનો સુંદર ફોટો હિનાએ સોશ્યલ મીડિયા પર પણ શેર કર્યો છે. હિનાની આ તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. સાથે કૉમેન્ટમાં હિના અને રૉકીની જોડીની પણ પ્રસંશા કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ ટેલિવીઝનની સૌથી લોકપ્રિય એક્ટ્રેસીસમાંની એક હિના ખાને સોશ્યલ મીડિયા પર એક એવી પૉસ્ટ કરી દીધી છે જેમાં સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે તે કઇ વાતને લઇને નારાજ છે. હિના આજકાલ બૉયફ્રેન્ડ રૉકી જયસ્વાલની સાથે દુબઇમાં રજાઓ વિતાવી રહી છે.
તેને દુબઇના રેગિસ્તાનમાં ફોટોશૂટ પણ કરાવ્યું છે, જેની કેટલીયે તસવીરો તેને શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, દુબઇ ટ્રિપ પર ગયેલી હિનાને ત્યાં એક ફેશન શૉમાં પણ ભાગ લેવાનો હતો. હવે કામની વચ્ચે બૉયફ્રેન્ડની સાથે હળવાશની પળો વિતાવવાનો મોકો મળી જાય તો સોને પે સુહાગા જ કહેવાય.
હિનાએ જે પૉસ્ટ કરી છે તેને વાંચ્યા પછી તો લાગી રહ્યું છે કે આ પૉસ્ટ તેને સોશ્યલ મીડિયા પર ટ્રૉલ કરનારાઓ માટે લખી છે.