ક્રિકેટર મોહમ્મદ શમીએ પત્ની હસીન જહાંને કેમ મળવાની પાડી ના, જાણો કારણ
ગાઝિયાબાદઃ ક્રિકેટર મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચે ફરીથી વાદ-વિવાદે સ્થાન લીધું છે. હસીન જહાંએ ફરી એકવાર પતિ સામે આરોપ લગાવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોની વચ્ચે મંગળવારે સાંજે મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં આમને-સામને આવી ગયા. શમીના એક્સિડેન્ટ બાદ તેની પત્ની તેને મળવા ગાઝિયાબાદ પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં જ દેહરાદૂનથી દિલ્હી જઈ રહેલ શમીને રોડ અકસ્માતમાં ઈજા થઈ હતી. 24 માર્ચે શમીની કાર એક ટ્રક સાથે ટકરાઈ હતી અને માથાના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માતમાં શમીને 6 જેટલા ટાંકા પણ આવ્યા હતાં.
કોલકત્તામાં હસીને એ સ્પષ્ટતા કરી દીધી હતી કે તે શમી સાથે કોઇપણ સમાધાન કરવા માટે મળવા નથી ઇચ્છતી બસ પોતાની પુત્રીને તેને મળાવવા માંગે છે. હસીને કહ્યું કે, જ્યારેથી શમીની દૂર્ઘટના વિશે પુત્રીને ખબર પડી છે, ત્યારથી તે રડી રહી છે. તેને કહ્યું હતું કે, 'હું જાણું છું કે મારી મુલાકાતથી કંઇ ફરક પડવાનો નથી પણ તે હજુ પણ મારા પતિ અને મારી પુત્રીના પિતા છે.'
હસીને કહ્યું કે, 'હું મોહમ્મદ શમીને જોવા માટે આવી હતી, કેમકે તે ઇજાગ્રસ્ત છે, પણ તેમને મને મળવાની ના પાડી દીધી, તેને મને ધમકી આપી છે કે તે મને કોર્ટમાં જોઇ લેશે.'
મોહમ્મદ શમી પોતાની પુત્રીને મળ્યો ત્યારે તેને ઉઠાવીને તેને ગળે લગાવી લીધી, જોકે શમીએ હસીન જહાં સાથે કંઇ ખાસ મુલાકાત ના કરી. આ બધુ થયા પછી હસીન જહાંએ શમીને કોર્ટમાં જોઇ લેવાની ધમકી આપી દીધી. વિવાદ બાદ બન્નેની આ પહેલી મુલાકાત હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -