સુરતઃ સુરત(Surat)ના ઉધના રેલવે વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં હત્યાનો બનાવ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરિણતાના પ્રેમમાં પાગલ પ્રેમીની હત્યા કરી નાંખી છે. બે  મિત્રે બાઈક પર અપહરણ(Kidnap) કરી રેલેવ ટ્રેક પર લઈ જઈ હત્યા કરી નાંખી હતી. તેમજ હત્યા બાદ લાશને જમીનમાં ખાડો ખોદી દાંટી દીધી હતી. 


જોકે, લાશ દાટવાની બાતમી મળતા રેલવે પોલીસે(Surat railway police)  ખાડો ખોદી લાશ કાઢી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ખોડો ખોદતા સળગાવેલી હાલતમાં લાશ મળી આવી છે. બોડી ડિકમ્પોઝ થઈ ગયેલી છે, જેથી ઓળખવી મુશ્કેલ છે. ઓળખ માટે લાશનો DNA રિપોર્ટ કરાવવો પડશે. જોકે, પોલીસે ડિંડોલીનો અશોક મોરે ગુમ હતો, એની લાશ હોઇ શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. 


પોલીસ તપાસમાં સીસીટીવીમાં બાઇક પર બે મિત્રો સાથે યુવક સીસીટીવીમાં દેખાતો હોવાથી પોલીસે આ આશંકા વ્યક્ત કરી છે. જોકે, પોલીસ તપાસ પછી વધુ માહિતી સામે આવશે. 

Surat : યુવક પોતાની ગેરહાજરીમાં મિત્રને ઘરે આવતો જોઈ ગયો, પત્નિ સાથે મિત્રને શરીર સંબંધ હોવાની જાગી શંકા ને પછી..........


શહેરના કતારગામ વિસ્તારમાં યુવકે પત્ની(wife affair) સાથે આડાસંબંધની શંકામાં મિત્ર (Friend murder)ની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. ઘરે આવેલા પતિએ મિત્રને પોતાની ગેરહાજરીમાં પોતાના જ ઘરમાં પત્ની સાથે જોઈ જતાં ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ આડાસંબંધની શંકામાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેમજ આ ઝઘડો ઉગ્ર બનતા યુવકે પોતાના જ મિત્રની છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં પોલીસ(Surat Police)એ આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. તેમજ પત્નીની પણ ભૂમિકા શંકાસ્પદ જણાતા તેની પણ અટકાયત કરવામાં આવી હતી. 


 


આ અંગે મળતી વિગતો પ્રમાણે હત્યારો યુવક કતારગામ સ્થિત પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં રહે છે. તેને કાપડનું છૂટક કામ કરતાં 28 વર્ષીય યુવક સાથે ધંધાકીય સંબંધો હતો. દરમિયાન ઘટનાને દિવસે મિત્ર યુવકના ઘરે બેઠો હતો. આ જ સમયે ઘરે આવેલા યુવકે મિત્રને ઘરમાં જોઇને પત્ની સાથે લફરાનુી શંકા ગઈ હતી. 


 


આ વાતને લઈને બંન્ને વચ્ચે બબાલ થઈ હતી. તેમજ બંને વચ્ચે ઝપાઝપી થતાં યુવકે શાકભાજી કાપવાની છરીથી મિત્રને છાતીમાં ઘા મારી દીધી હતા. એટલું જ નહીં, વચ્ચે પડેલી પત્નીને પણ સામાન્ય ઇજા થઈ હતી. ઘટનાની જાણ થતા કતારગામ પોલીસ (Katargam Police) ઘટનાસ્થળે દોડી આવી હતી. 


 


કતારગામ પોલીસે યુવકની હત્યાના આરોપમાં પતિની ધરપકડ કરી છે. એટલું જ નહીં, પોલીસે તેની પત્નીની પણ અટકાયત કરી હતી.  હત્યામાં પત્નીની ભૂમિકા અંગે પણ તપાસ  કરવામાં આવશે.