વરૂણ ધવન સાથે કામ કરવા માગે છે હોલિવુડની આ એક્ટ્રેસ
સોશિયલ મીડિયા સ્ટાર અમાન્ડાને 2016માં ફિલ્મ ‘ધ બેટ’માં પહેલી વખત ક્રેડિટ મળી. તે હાલ લોસએન્જલસમાં રહે છે. તેને કોમેડિ સેન્ટ્રલ પર આવનારી થનારી ‘એડમ ડિવાઈન્સ હાઉસ પાર્ટી’માં એક્ટિંગ માટે ખુબ પ્રશંસા એકઠી કરી છે.
વર્ષ 2011ના એક્ટોબર મહિનામાં અમાન્ડા પ્લેબોયની પ્લેમેન્ટ રહી ચૂકી છે. તેના કેટલાક દિવસ પછી જ તેણે મોડલિંગમાં કરિયર શરુ કર્યું હતું.
અમાન્ડા સોશિયલ મીડિયા ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને વાઈન વીડિયોઝ પર ખાસ પક્કડ છે. આ પ્લેટફોર્મ્સ પર તેમના કરોડો ફેન્સ છે, જેમના માટે અમાન્ડા સતત કોમેડિ વીડિયો ક્લિપ્સ અપલોડ કરે છે. તેના વીડિયોઝ બોલ્ડ હોવાની સાથે કોમેડિ ટચ પણ હોય છે.
અમાન્ડાને લઈને તેના અને વરુણના ઈન્ડિયન ફેન્સની આતુરતા વધી રહી છે. માહિતી માટે જણાવી દઈએ કે અમાન્ડા અમેરિકાના પિટ્સબર્ગની રહેવાસી છે અને તેનો જન્મ 26 જૂન 1991માં થયો છે.
ખાસ વાત એ છે કે અમાન્ડા અને વરુણના આ ટ્વિટર ચેટને સોશિયલ મડિયા યુઝર્સે મહત્વ આપ્યું છે. કોઈ લખ્યું, અમાન્ડા બોલિવૂડ ફિલ્મ કરશે તો સુપરહિટ થશે. તો કોઈએ અમાન્ડા લકી છે કે તેને વરુણ સાથે કામ કરવાની તક મળશે.
તેના પર વરુણે જવાબ લખ્યો, “હા હા જલદી જ.. મારી પાસે એક પ્લાન પણ છે. તમારી પાસે કેટલાક ઉત્સાહી ફેન્સ છે.”
અમાન્ડાએ ટ્વિટ કરીને વરુણ ધવનને ટેગ કરીને પૂછ્યું, “તો વરુણ.. આપણે ક્યારે એકસાથે મારી પહેલી બોલિવુડ મૂવી કરી રહ્યા છે?”
મેન્સ મેગેઝીન મૉડલ, ટીવી પર્સનાલિટી અને ઈન્ટરનેશનલ સોશિયલ મીડિયા સ્ટાર અમાન્ડા સેરની વરુણ ધવનની સાથે કામ કરવા માગે છે. મજાની વાત એ છે કે અમાન્ડા ટ્વીટ કરીને જાતે વરુણને પૂછ્યું છે, જ્યારે તેના પર વરુણે પણ રિપ્લાય કર્યો છે.
નવી દિલ્હીઃ પોતાની એક્ટિંગથી બધા દીલ જીતનાર અને બોલીવુડમાં પોતાની અલગ ઓળખ ઉભી કરનાર એક્ટર વરૂણ ધવન આજે સફળ એક્ટર ગણાય છે. વરૂણ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ સુઈ ધાગા-મેડ ઇન ઇન્ડિયાને લઈને ચર્ચામાં છે. બીજી બાજુ વરૂણની સાથે હોલીવુડની એક્ટ્રેસે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. હોલીવુડ એક્ટ્રેસ અમાન્ડા સરનીએ આ વાત કહી છે.