નવી દિલ્હીઃ હોલીવૂડ પ્રોડ્યૂસર જોન પીટર્સની સાથે પાંચમાં લગ્ન કરીને છવાયેલી હોલીવૂડ અભિનેત્રી અને પૂર્વ બિગ બોસ કન્ટેસ્ટેન્ટ પામેલા એન્ડરસનના લગ્ન બે સપ્તાહ પણ ન ચાલી શક્યા. પામેલાએ 12 દિવસ બાદ જોનથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેમણએ એક સત્તાવાર નિવેદન દ્વારા જાણકારી આપી છે.

તેમણે જણાવ્યું હતું કે, 'હું જોન અને પોતાના યુનિયને આપેલા રિસેપ્શનથી ખૂબ જ ખુશ છું. અમે ખુબ આભારી હોઈશું કે તમે અમારા આ નિર્ણયને એક વખત ફરીથી સમર્થન આપશો. અમે જોવા માંગીએ છીએકે બે અલગ રીતે જિંદગીમાં અને એક બીજા પાસે શું અપેક્ષાઓ રાખીએ છીએ.

પામેલાએ કહ્યું કે, આ અંગે આત્મવિશ્લેષણ કરવા માંગીએ છીએ. જીવન એક યાત્રા છે. પ્રેમ એક પ્રોસેસ છે. આ યુનિવર્સલ સચ્ચાઈને ધ્યાનમાં રાખીને અમે બંને મેરેજ સર્ટીફિકેટને સત્તાવાર રીતે ન ગણવાનો નિર્ણય લીધો છે.' અમારી પ્રાઈવસીની રિસ્પેક્ટ કરવા માટે તમારો આભાર.



નોંધનીય છે કે જ્હોન પીટર્સ પહેલા પામેલા એન્ડરસનના 4 લગ્ન થઈ ચૂક્યા છે. 52 વર્ષની પામેલાએ પહેલા લગ્ન અમેરિકન મ્યૂઝિશિયન ટોમી લી સાથે કર્યા હતાં. લગ્નના 3 વર્ષ પછી જ બન્ને અલગ થઈ ગયા હતાં. જે પછી પામેલાએ કિડ રોક સાથે લગ્ન કર્યા હતાં.

રોક સાથે પણ લગ્ન તૂટી ગયા તો તેણે ફિલ્મ પ્રોડ્યૂસર રિક સોલોમન સાથે લગ્ન કર્યા હતાં. જે પછી તેના સોલોમન સાથે પણ ડિવોર્સ થયા હતાં. જોકે, પછી પેચઅપ પણ થયું હતું. જોકે, એ પેચઅપ વધારે લાંબુ ટક્યું નહોતું.

હવે આવું જ પામેલાના તાજેતરના લગ્નમાં થયું હતું. 20 જાન્યુઆરીના રોજ જોન પીટર્સ સાથે લગ્ન કર્યા અને હવે આ બન્ને અલગ થઈ ગયા છે. પામેલા ‘બિગ બોસ’માં પણ આવી ચૂકી છે. તે સમયે શોના સૌથી મોંઘા કન્ટેસ્ટન્ટમાંથી એક હતી. તમને જણાવી દઇએ કે પામેલા એડરસન સલમાન ખાનના શો બિગ બોસની ચોથી સીઝનનો ભાગ પણ બની ચૂકી છે.