કમિટીમાં મેસજેમાં કહેવામાં આવ્યું છે કે, સ્કૂટી સવાર બે યુવકે ફાયરિંગ કર્યું છે, જેમાંથી એકે લાલ રંગનું જેકેટ પહેર્યું હતું. સોશિયલ મીડિયામાં જામિયાની સામે અફરાતફરીનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જોકે વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તે સ્પષ્ટ નથી થઈ શક્યું. થોડા દિવસ પહેલા પણ એક સગીર યુવકે ગોળીબાર કર્યો હતો, જેમાં એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો.
ગોળાબાર બાદ વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી કારણ કે પોલીસ હાજર હોવા છતાં આવી ઘટનાઓ કેવી રીતે બની રહી છે. ઘટના બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચવા લાગ્યા. નારાજ વિદ્યાર્થીઓએ જામિયાનગર પોલીસ સ્ટેશનની બહાર ફાયરિંગની આ ઘટનાને લઇ પ્રદર્શન કર્યું બાદમાં ફરિયાદ થવા પર પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ ત્યાંથી રવાના થઇ ગયા.