52 વર્ષની આ અભિનેત્રીએ 74 વર્ષના પ્રોડ્યુસર સાથે 5માં લગ્ન કર્યાં, નામ જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Jan 2020 09:38 AM (IST)
છેલ્લા કેટલાય સમથી તે એકબીજાને ડેટ કરી રહ્યા છે અને આખરે પામેલાએ બેટમેન ફિલ્મના પ્રોડ્યૂસર 74 વર્ષીય જોન પીટર્સ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.
હોલીવૂડ અભિનેત્રી પામેલા એન્ડરસન ફરી એક વાર લગ્ન કરી રહી છે. આ તેના 5માં લગ્ન છે. અભિનેત્રી પામેલા એન્ડરસન હાલ હોલિવૂડ પ્રોડ્યૂસર જોન પીટર્સ સાથે લગ્ન બંધનમાં બધાવવા જઈ રહી છે. છેલ્લા કેટલાય સમથી તે એકબીજાને ડેટ કરી રહ્યા છે અને આખરે પામેલાએ બેટમેન ફિલ્મના પ્રોડ્યૂસર 74 વર્ષીય જોન પીટર્સ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પામેલા એન્ડરસન અને જોન પીટર્સ એક ખાનગી લગ્ન કરવા માંગે છે. આ લગ્ન Malibu Beach આયોજીત કરાશે. બંને એકબીજાને બહુ પ્રેમ કરે છે અને લગ્ન કરીને આ જીવનભર સાથે રહેવા માંગે છે. પામેલા એન્ડરસન સલમાન ખાનના શો બિગ બોસની ચોથી સીઝનનો ભાગ પણ બની ચૂકી છે. જોકે હાલ તે પોતાના લગ્નને લઈને ફરી એકવાર ચર્ચામાં છે. પામેલા એન્ડરસને જોન પીટર્સ પર એક પ્રેમ ભરેલી કવિતા પણ લખી હતી. પામેલા હંમેશા તેમની એક્ટિંગ સાથે તેમના લગ્નના કારણે પણ ચર્ચામાં રહેતી આવી છે. આ પહેલા પામેલા એડરસને પહેલા રોકર્સ ટોમી લી અને કિડ રોક સાથે લગ્ન કર્યાં હતા. ત્યાર બાદ બે વાર તેણે પ્રોફેશનલ પોકર રિક સોલોમોન સાથે લગ્ન કર્યાં હતાં અને હવે તે હેયર સ્ટાઈલિસ્ટ અને પ્રોડ્યૂસર જોન પીટર્સ સાથે લગ્ન કરવા જઈ રહી છે.