ધ સનની એક રિપોર્ટ અનુસાર, મિકેલાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તેમણે પહેલા જ પોતાની સોલો પોર્ન વીડિયો બનાવાનું શરૂ કરી દીધું હતું. મિકેલાએ જ્યારે પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવાની વાત કરી તો તેને માતા પિતાએ તેના આ નિર્ણયનું સમર્થન કર્યું. આ સિવાય તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પણ પોતાના ફોલોવર્સને આ નિર્ણય વિષે જણાવ્યું છે. તેમનું કહેવું હતું કે તે આર્થિક રીતે સ્વતંત્ર થવા માટે પોતાના કેરિયર પર ધ્યાન આપવા માંગે છે.
મિકેલાને સ્ટીવન સ્પીલબર્ગ અને તેમની પત્ની અને એક્ટ્રેસ કેટ કૈપશોએ દત્તક લીધી હતી. મિકેલા અમેરિકાના ટેનેસીમાં નૈશવિલમાં રહે છે. મિકેલાએ કહ્યું કે ફેસટાઇમ દ્વારા તેણે પોતાના માતા-પિતાને આ અંગે જાણકારી આપી હતી. મિકેલા કહ્યું કે, મારા માતા પિતાને મારી સેફ્ટીની ચિંતા થઇ રહી હતી. તેમને ચોક્કસથી થોડી નવાઇ લાગી. પણ તે મારા કેરિયર ચોઇસ મામલે નારાજ નથી.
જણાવીએ કે, મિકેલાના પિતા સ્ટીવન સ્પિલબર્ગ એક અમેરિકન ફિલ્મ નિર્માતા, ડાયરેક્ટર અને સ્ક્રિપ્ટ રાઇટર પણ છે. પોર્બ્સ પત્રિકા અનુસાર, સ્પિલબર્ગની કુલ કમામી 3.1 બિલિયન ડોલર છે. વર્ષ 2006માં પ્રીમિયર સામયિકમાં તેમણે ફિલ્મ જગતના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ ગણવામાં આવ્યા હતા. ટાઇમ મેગેઝીને તેમને સદીના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ કર્યા હતા. સ્ટીવ સ્પીલબર્ગ ‘જુરાસિક પાર્ક’, ‘શો’, ‘શિંડલર્સ લિસ્ટ’, ‘સેવિંગ પ્રાઇવેટ રાયન’, ‘ઇન્ડિયાના જોન્સ’ અને ‘લિંકન’ જેવી અનેક સુપરહિટ ફિલ્મો બનાવી ચૂક્યા છે.