મુંબઇઃ ટીવી એક્ટ્રેસ મોની રૉય આજકાલ થાઇલેન્ડના પ્રવાસે છે. અહીં તે પોતાનો હૉલીડે એન્જૉય કરી રહી છે. સોશ્યલ મીડિયા પર મોની રૉયે કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે એકદમ બૉલ્ડ અને સેક્સી લૂકમાં દેખાઇ રહી છે.

એક્ટ્રેસ મોની રૉયે શેર કરેલી તસવીરોમાં તે પિન્ક બિકીનીમાં એકદમ હૉટ લાગી રહી છે. ઇન્ટરનેટ પર મોનીની આ તસવીરો ફેન્સની વચ્ચે ખુબજ ચર્ચાનો વિષય બની છે.



તસવીરમાં મોની રૉય થાઇલેન્ડના બીચ પર બેસેલી છે, તે તડકાંમાં પિન્ક બિકીની પહેરીને બેસેલી છે. તસવીરમાં મોની ખુલ્લા વાળા, બ્લેક સનગ્લાસ અને હાથમાં હેટ પકડીને સેક્સી પૉઝ આપતી દેખાઇ રહી છે. ફેન્સને મોનીનો આ હૉટ અંદાજ ખુબજ પસંદ આવી રહ્યો છે.



ઉલ્લેખનીય છે કે, ટીવી ઇન્ડસ્ટ્રીથી બૉલીવુડ સુધીની સફરમાં મોની રૉય હંમેશા ગ્લેમરસ લૂકમાંજ દેખાઇ છે, અને તે હંમેશા ઇન્ટરનેટ પર પોતાની તસવીરો મુકતી રહે છે.



મોની રૉયે 2014માં ફિલ્મ રનથી બૉલીવુડમાં એન્ટ્રી કરી અને પછી તે સતત બૉલીવુડમાં ચમકતી રહી છે.