વિરાટે અનુષ્કા શર્મા સાથેના અફેરની વાત ક્યા ભારતીય ક્રિકેટરને કરી હતી ? નામ જાણીને ચોંકી જશો
અનુષ્કાએ કોહલીને જણાવ્યું હતું કે, તમારે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કરવું હોય તે કરો, પરંતુ કોમેન્ટ્સ ન કરો. કોહલીએ જણાવ્યું કે, અનુષ્કાના તેની લાઈફમાં આવ્યા બાદ તે વધુ બુદ્ધિશાળી બન્યો છે અને 4 વર્ષમાં તેમાં ઘણા ફેરફારો આવ્યા છે. અનુષ્કાએ તેને સારી વ્યક્તિ બનાવી છે તેમાં શંકા નથી.
ઝહીરે એણ પણ કહ્યું કે, તુ એક યુવતી સાથે રિલેશનશિપમાં છે અને કોઈ ખોટા કામમાં સંડોવાયેલો નથી.’ કોહલીએ જણાવ્યું કે,‘અનુષ્કાને મળ્યા બાદ તે એક સારો વ્યક્તિ બની શક્યો, આ માત્ર લેડી લકનો કમાલ છે.’ વિરાટ કોહલીએ અનુષ્કાની સલાહ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની પધ્ધતિ પણ બદલી હતી.
વિરાટે જણાવ્યું કે, ઝહિર ખાનના કારણે જ તે અફેરના મામલે આટલો ઓપન રહી શક્યો. કોહલીએ કહ્યું કે, તેણે સૌપ્રથમ ઝહિરને આ અંગે જણાવ્યું હતું અને તેમની આપેલી સલાહને બહુમૂલ્ય માને છે. ઝહિરે કોહલીને કહ્યું હતું કે,‘પોતાના સંબંધોને સંતાડવાનો પ્રયાસ ન કરતો. કારણે કે તે તમારું સ્ટ્રેસ લેવલ વઘારશે.
અનુષ્કા શર્મા સાથેના પોતાના સંબંધો અંગે એક ઈન્ટરવ્યૂમાં કોહલીએ જણાવ્યું કે, તેણે અનુષ્કા શર્મા સાથેના સંબંધોની વાત બીજા કોઈને નહીં પણ સૌપ્રથમ ઝહિર ખાનને જણાવી હતી. ઝહીર ખાન વિરાટ કરતાં સીનિયર હતો છતાં વિરાટે પોતાના કોઈ મિત્રને બદલે તેને વાત કરી તેનું ઘણાંને આશ્ચર્ય થયું છે.
મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનું પ્રેમ પ્કરણ જગજાહેર છે ત્યારે વિરાટે અનુષ્કા સાથેના પોતાના પ્રેમ પ્રકરણના મામલે બહુ મોટો ખુલાસો કર્યો છે. અનુષ્કા સાથેના સંબંધોની શરૂઆત ક્યારે થઈ અને વિરાટે સૌથી પહેલાં કોને આ સંબંધની વાત કરી હતી તે જણાવ્યું છે.