રીતિકની કાબિલ છે આ બે વિદેશી ફિલ્મોની નકલ, જાણો બંને ફિલ્મોની સ્ટોરી શું છે ?
બ્લાઈન્ડ ફ્યુરીનો હીરો નિક પાર્કર (રૂટગર) વિયેતનામ યુધ્ધમાં લડતો હોય છે ત્યારે મોર્ટારના વિસ્ફોટમાં પોતાની આંખો ગુમાવે છે. સ્થાનિક લોકો તેની સારવાર કરે છે અને ત્યાં જ તે તલવારબાજી તથા પોતાની બીજી ઈન્દ્રિયો પર કાબૂ મેળવતાં શીખે છે.
લી દીકરીના હત્યારાને શોધવા મેદાને પડે છે. દરમિયાનમાં પોલીસને લીએ કરેલી હત્યાની ખબર પડે છે. પોલીસ લીની પાછળ પડે છે અને લી તેની દીકરીના બળાત્કારી હત્યારાની પાછળ પડે છે તેની વાત કરતી આ થ્રીલર સુપર હીટ નિવડી હતી. કાબિલ તેના કરતાં સારી ફિલ્મ છે કે નહીં તેની ખબર બંને ફિલ્મ જોયા પછી જ પડે.
લીની દીકરીની હત્યા તથા બળાત્કારના ઈલેક્ટ્રોનિક્સ પુરાવા પણ ત્યાં મળશે તેવું મેસેજમાં લખેલું હોય છે. લી ત્યાં પહોંચે છે ત્યારે એક માણસ લીની દીકરી પર થયેલા બળાત્કાર અને હત્યાનો વિડીયો જોઈને મજા કરતો મળે છે. લી ઉશ્કેરાઈને તેની હત્યા કરી નાંખે છે પણ પછી તેને ખબર પડે છે કે આ માણસનો બીજો સાથી પણ હતો.
અમદાવાદ: રીતિક રોશનની ફિલ્મ કાબિલ રીલીઝ થઈ ગઈ છે અને રીતિકના અભિનયનાં વખાણ થઈ રહ્યાં છે ત્યારે આ ફિલ્મ બે વિદેશી ફિલ્મોની નકલ છે તેવું ફિલ્મ પંડિતોએ જાહેર કર્યું છે. 1989ની હોલીવુડ મૂવી બ્લાઈન્ડ ફ્યુરી અને 2014ની કોરીયન ફિલ્મ બ્રોકન પરથી ફિલ્મ બનાવાઈ છે.
કોરીયન થ્રીલર બ્રોકનમાં હીરો લી સાંગ-હેયોનની 15 વર્ષની પુત્રીનું અપહરણ કરાય છે. તેના પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરી દેવાય છે. આ કેસની તપાસ બહુ ધીમી ચાલે છે તેથી હતાશ લી પોતાની રીતે ન્યાય કરવાનું નક્કી કરે છે. દરમિયાનમાં તેને એક મેસેજ મળે છે કે જેમાં તેની પુત્રીની હત્યા અંગે માહિતી હોય છે.
પાર્કર અમેરિકા પાછો ફરે છે અને પોતાના જૂના મિત્ર ફ્રાન્ક ડેવેરોને મળવા જાય છે ત્યારે તેને ખબર પડે છે કે તે ગાયબ છે. પાર્કર ફ્રાન્કના પુત્ર બિલી સાથે મિત્રતા કરે છે અને ફ્રાન્કને છોડાવવા માટે જંગ છેડે છે. વિલનો પાર્કરને પછાડવા જાપાનીઝ હત્યારાને બોલાવે છે ને જે જંગ જામે છે તે હૃદય થંભાવી દે તેવો છે.
બ્લાઈન્ડ ફ્યુરી 1989માં આવેલી એક્શન થ્રીલર હતી. ચાર્લ્સ રોબર્ટ કાર્નરે લખેલી અને ફિલિપ નોયસે નિર્દેશિત આ ફિલ્મનો હીરો રૂટગર હ્યુર હતો. હ્યુર આ ફિલ્મમાં રીતિકની જેમ અંધ છે. બ્લાઈન્ડ ફ્યુરી સમુરાઈ એક્શન ફિલ્મ હતી કે જેનો હીરો સમુરાઈ યોધ્ધાની જેમ તલવારબાજીમાં નિપુણ છે.