સિદ્ધાર્થ આનંદે ફિલ્મના શૂટિંગને લઈને જણાવ્યું કે, “વાત જ્યારે એક્શનની આવે છે ત્યારે ભારતમાં રિતિક કરતા બહેતર એક્શન સુપરસ્ટાર કોઈ નથી. પોતાના પ્રદર્શનને વધુ શાનદાર કરવા અને દેશમાં એક્શન ફિલ્મોને આગળ લઈ જવાની પોતાની કમિટમેન્ટના કારણે જ તે સૌનો પ્રિય એક્શન સુપરસ્ટાર છે.
તેમણે આગળ કહ્યું કે, ‘વૉર’માં રિતિકે શાનદાર પ્રદર્શન કર્યું છે અને દર્શકોને એવો શાનદાર અનુભવ પ્રદાન કરશે કે જે તેઓએ પહેલા ક્યારેય નહીં જોયો હોશે. તેમણે અસાધારાણ જોખમ ઉઠાવ્યું છે. ફિલ્મમાં રિતિકે પોર્ટૂગલના શહેર પોટરેમાં એક પુલ પરથી 300 ફૂટ નીચે છલાંગ મારતા જોઈ શકાશે.
સિદ્ધાર્થ આનંદે જણાવ્યું કે ‘વૉર’દર્શકો માટે એવી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે જે એક્શન મામલે ખૂબજ શાનદાર હશે. હા, એક મોટા આઈસ-બ્રેકિંગ શિપ પર અમે રિતિક અને ટાઈગર વચ્ચે જબરજસ્ત એક્શન દ્રશ્ય ફિલ્માવ્યું છે. ‘વૉર’ ફિલ્મનું શૂટિંગ 7 વિવિધ દેશો અને દુનિયાના 15 શહેરોમાં કરવામાં આવ્યું છે.
યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવેલી આ ફિલ્મ 2 ઓક્ટોબરે હિંદી, તમિલ અને તેલુગૂ ભાષામાં રિલીઝ થશે.