નવી દિલ્હીઃ બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસનની દીકરી રૂપા ગુરુનાથે ગુરુવારે અહી તમિલનાડુ ક્રિકેટ સંઘની અધ્યક્ષ બની ગઇ છે. આ સાથે જ તે ભારતીય બોર્ડમાં રાજ્યના એકમની પ્રથમ મહિલા અધ્યક્ષ બની ગઇ છે. રૂપા ગુરુનાથ મયપ્પનની પત્ની છે. જેના પર 2013 આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાના આરોપમાં આજીવન પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

રૂપાને ટીએનસીએની 87મી વાર્ષિક સામાન્ય બેઠકમાં અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યો છે. નામાંકન દાખલ કરવાની પ્રક્રિયા બુધવારે સાંજે પાંચ વાગ્યે ખત્મ થઇ ગઇ હતી ત્યારબાદ અધ્યક્ષ પદ માટે ફક્ત રૂપાએ નામાંકન દાખલ કર્યું હતું. ટીએનસીએના નિયમો અનુસાર, વાર્ષિક સામાન્ય બેઠકમાં તેમના નામની જાહેરાત થઇ હતી. ટીએનસીએની કાર્યકારિણીની રવિવારે બેઠકમાં ગુરુવારે ચૂંટણી કરવાનો નિર્ણય કર્યો હતો.

ટીએનસીએની કાર્યકારિણીની રવિવારે 26 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી કરવાનો નિર્ણય કર્યો હતો. ટીએનસીએને 28 સપ્ટેમ્બરના રોજ હાઇકોર્ટની સમયસીમાની અંદર ચૂંટણી કરવાની હતી પરંતુ કોઇ કારણસર ખૂબ જલદી ચૂંટણી પ્રક્રિયા પુરી કરી દેવાઇ હતી. રૂપા ઇન્ડિયા સિમેન્ટના ઓનર એન.શ્રીનિવાસનની દીકરી છે. શ્રીનિવાસન બીસીસીઆઇના પ્રેસિડેન્ટ અને આઇસીસીના ચેરમેન રહી ચૂક્યા છે. રૂપાના લગ્ન ગુરુનાથ મયપ્પન સાથે થયા હતા.