ઋતિક અને ટાઇગરની ફિલ્મ 'વૉર' 300 કરોડ ક્લબમાં સામેલ, જાણો કમાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Oct 2019 05:54 PM (IST)
બોલીવૂડ અભિનેતા ઋતિક અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'વૉર' બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી છે. આ ફિલ્મે અત્યાર સુધીની ઘણી મોટી ફિલ્મના રેકોર્ડ તોડી નાખ્યા છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા ઋતિક અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'વૉર' બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી છે. આ ફિલ્મે અત્યાર સુધીની ઘણી મોટી ફિલ્મના રેકોર્ડ તોડી નાખ્યા છે. ઉપરાંત, આવનારી ફિલ્મો માટે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મ 300 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ઋતિક અને ટાઇગર શ્રોફની ફિલ્મ વોરે રિલીઝનાં 20 દિવસમાં 304 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ છે. ફિલ્મ વૉર સ્ક્રિન્સ પર તેના શાનદાર પ્રદર્શનથી બીજી ફિલ્મોને પણ પછાડી આ સાથે સાથે નવા રેકોર્ડ પણ બનાવ્યા હતા. હિન્દી વર્ઝનના આંકડાને જોઇને લાગે કે, ફિલ્મે 21 ઓક્ટોબરે 3.5 થી 4 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને કહ્યુ છે કે, આ ફિલ્મ સુલતાન અને પદ્માવતનો રેકોર્ડ તોડીને 7મી સૌથી હાઇએસ્ટ કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઇ છે. તરણ આદર્શના મુજબ ટ્વીટ કરીને જણાવ્યુ છે કે, ફિલ્મ વોર ઇન્ટરનેશનલ બોક્સ ઓફિસ પર ખુબ ધમાલ મચાવી રહી છે. વિદેશમાં પણ ઋત્વિક અને ટાઇગરની ફિલ્મ વોર 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ છે. જે એક રેકોર્ડ છે.