રાંચીઃ ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતે આફ્રિકાને વ્હાઇટ વૉશ કરીને સીરીઝ પર 3-0થી કબજો જમાવી દીધો છે. કોહલી એન્ડ કંપનીએ સીરીઝમાં દમદાર પ્રદર્શન કરતા મહેમાન આફ્રિકન ટીમને ધરાશાયી કરી નાંખી, સીરીઝમાં ભારતીય બેટ્સમેન રોહિત શર્માનુ પ્રદર્શન શાનદાર રહ્યું, આફ્રિકન બૉલરોને ચારેયબાજુ ધોયા. હવે આંકડા પ્રમાણે જોઇએ તો રોહિતે સીરીઝમાં સૌથી વધુ રન અને છગ્ગા ફટકાર્યા છે.

ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં રોહિત શર્માએ 529 રન બનાવ્યા, જેમાં એક ડબલ સદી સામેલ છે. સીરીઝમાં સૌથી વધુ છગ્ગા પણ રોહિત શર્માએ 19 સિક્સ ફટકારી છે.

જોકે, આ બધાની વચ્ચે ચોંકાવનારી વાત એ છે કે રોહિત શર્માનો શિકાર સૌથી વધુ સાઉથ આફ્રિકન બૉલર ડેન પેડેટ બન્યો છે. રોહિત શર્માએ ડેન પેડેટને સૌથી વધુ 11 છગ્ગા માર્યા છે.



રોહિત શર્માએ સીરીઝમાં કોની સામે માર્યા સૌથી વધુ છગ્ગા.....
11 છગ્ગા- ડેને પેડેટ
5 છગ્ગા- કેશવ મહારાજ
2 છગ્ગા- લુંગી એનગિડી
1 છગ્ગો- એનરિક નૉર્ટ્જે



ઉલ્લેખનીય છે કે, 29 વર્ષીય ડેન પેડેટ દક્ષિણ આફ્રિકા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી સક્સેસ બૉલર રહ્યો પણ આંતરરાષ્ટ્રીય મેચોમાં તેની જબરદસ્ત ધોલાઇ થઇ છે. ભારત સામે ડેન પેડેટ માત્ર બે ટેસ્ટ મેચો રમ્યો જેમાં તેને વિકેટ તો માત્ર 2 જ મળી પણ સૌથી વધુ 310 આપ્યા હતા.



સીરીઝમાં સૌથી વધુ છગ્ગા ખાનારા બૉલરો....
20 છગ્ગા- ડેન પેડેટ (દક્ષિણ આફ્રિકા)
16 છગ્ગા- કેશવ મહારાજ (દક્ષિણ આફ્રિકા)
11 છગ્ગા- રવિન્દ્ર જાડેજા (ભારત)
5 છગ્ગા- રવિચંન્દ્રન અશ્વિન (ભારત)
3 છગ્ગા- મુથુસામી (દક્ષિણ આફ્રિકા)
2 છગ્ગા- લુંગી એનગિડી (દક્ષિણ આફ્રિકા)
1 છગ્ગો- એનરિક નૉર્ટ્જે (દક્ષિણ આફ્રિકા)



ઉલ્લેખનીય છે કે, ભારત અને આફ્રિકા વચ્ચેની સીરીઝમાં 65 છગ્ગા વાગ્યા હતા. સૌથી વધુ રોહિત શર્માએ 19 છગ્ગા ફટકાર્યા હતા.