મુંબઈ: ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની એક્શન થ્રિલર ફિલ્મ વોર બૉક્સ ઑફિસ પર બંપર કમાણી કરી રહી છે. આ ફિલ્મે ઓપનિંગ ડે ના દિવસે જ અનેક રેકોર્ડ તોડી દીધાં હતા. વોર ફિલ્મ ઋતિક-ટાઈગના કેરિયરની સૌથી સફળ અને હાઈએસ્ટ ગ્રૉસિંગ ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ 300 કરોડની કમાણી તરફ આગળ વધી રહી છે. ત્યારે જાણો વોર ફિલ્મે અત્યાર સુધીની કમાણી મામલે પોતાના નામે કર રેકોર્ડ્સ વિશે.

- વૉર ફિલ્મે પ્રથમ દિવસે 53.35 કરોડ રૂપિયાની કમાણી કરી ધમાકેદાર ઓપનિંગ કરી હતી. આ કમાણી સાથે આ ફિલ્મ સૌથી મોટી ઓપનિંગ મેળવનારી બૉલિવૂડની ફિલ્મ બની ગઈ છે. વોર ફિલ્મે આમિર ખાનની ઠગ્સ ઓફ હિંદોસ્તાનને પછાડી હિંદી સિનેમાની હાઈએસ્ટ ઓપનર ફિલ્મ બની ગઈ છે. -
- આ ફિલ્મ ઋતિક રોશન અને ટાઈગર શ્રોફના કેરિયરની પણ સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ છે.
- વૉર ટાઈગર શ્રોફના કેરિયરની સૌથી સફળ ફિલ્મોમાં સામેલ છે. આ ફિલ્મ ટાઈગરની હાઈએસ્ટ ઓપનર ફિલ્મ છે.


- આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કરી હતી. જે તેમના કેરિયરની પણ બિગેસ્ટ ઓપનર ફિલ્મ પણ છે.
- આ ફિલ્મ નેશનલ હૉલિડે પર રિલીઝ થયેલી ફિલ્મોમાં પણ સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.
- યશરાજ બેનર હેઠળ બનેલી આ પાંચમી ફિલ્મ છે જેણે માત્ર ત્રણ જ દિવસોમાં 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે.
- આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.


- વોર ફિલ્મ આ વર્ષની સૌથી ઝડપી 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મારનાર ફિલ્મ બની ગઈ છે. આ પહેલા ‘કબીર સિંહે’ 13માં દિવસ જ્યારે ‘ભારત’ 14માં દિવસે 200 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો હતો.
- આ ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકની કમાણીને પછાડીને 2019ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ઉરીનો લાઈફટાઈમ કલેક્શન 244 કરોડ છે.
- વોર ફિલ્મે ઋતિક રોશન, ટાઈગર શ્રૉફ સિવાય યશરાજ ફિલ્મ્સને પણ ગર્વ લેવાનો અવસર આપ્યો છે. વૉર યશરાજ બેનરની હાઈએસ્ટ ઓપનર ફિલ્મ છે.