યશસ્વી પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના એલન બોરોના નામે હતો. તેણે 1975માં સાઉથ આફ્રિકામાં ઘરેલુ ક્રિકેટમાં બેવડી સદી ફટકારી ત્યારે તેની ઉંમર 20 વર્ષ 273 દિવસ હતી. વર્તમાન ટુર્નામેન્ટમાં બેવડી સદી ફટકારનારો તે બીજો બેટ્સમેન છે. યશસ્વીએ 154 બોલમાં 203 રન ફટકાર્યા હતા. જેમાં તેણે 12 છગ્ગા અને 17 ચોગ્ગા માર્યા હતા.
આ પહેલા વિકેટકિપર બેટ્સમેન સંજુ સેમસને કેરલ તરફથી રમતા ગોવા સામે અણનમ 212 રન બનાવી ઈતિહાસ રચ્યો હતો. તે વિજય હજારે ટુર્નામેન્ટમાં એક મેચમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન છે.
આ સાથે જાયસ્વાલ લિસ્ટ એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો નવમો ભારતીય બેટ્સમેન બની ગયો છે. ભારતીય બેટ્સમેનો દ્વારા લિસ્ટ-એમાં લગાવવામાં આવેલી નવ બેવડી સદીમાંથી પાંચ વન ડેમાં નોંધાઈ છે. જેમાં રોહિત શર્માના નામે ત્રણ અને સચિ તથા સેહવાગના નામે એક-એક બેવડી સદી છે. વિજય હજારે ટ્રોફીમાં સૌ પ્રથમ બેવડી સદી ગત સીઝનમાં ઉત્તરાખંડના કર્ણવીર કૌશલે ફટકારી હતી. તેણે સિક્કિમ સામે 202 રનની બનાવ્યા હતા.